Home> India
Advertisement
Prev
Next

7 દિવસના અમેરિકા પ્રવાસ બાદ સ્વદેશ પાછા ફર્યા PM મોદી, આજે કરશે 'મન કી બાત'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધશે. ગત વખતે તેમણે મન કી બાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાનો સંકલ્પ લેવાની વાત કરી હતી.

7 દિવસના અમેરિકા પ્રવાસ બાદ સ્વદેશ પાછા ફર્યા PM મોદી, આજે કરશે 'મન કી બાત'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધશે. ગત વખતે તેમણે મન કી બાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાનો સંકલ્પ લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધા ઘર, ઘરની બહાર બધી જગ્યાએ પૂરી તાકાતથી આ માટે  પ્રયત્ન કરીશું અને મને ખબર છે કે આ બધા અભિયાન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દેશે. આવો, એક નવી ઉંમગ, નવા સંકલ્પ, નવી શક્તિ સાથે નીકળી પડીએ. 

પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા લોકોને સંબોધન કરે છે. આ વખતે પણ તેઓ મહિનાના છેલ્લા રવિવારે 29મી સપ્ટેમ્બરે મન કી બાત દ્વારા સંબોધન કરવા જઈ રહ્યાં છે. પીએમ મોદીએ લોકોને પોતાના વિચાર રજુ કરવાનું કહ્યું છે. તેમણે ટ્વીટ દ્વારા જાણકારી આપતા લખ્યું કે હું આ મહિને મન કી  બાત માટે તમારા વિચારો જાણવા માટે  ઉત્સુક છું. 

જુઓ LIVE TV

એટલું જ નહીં પીએમ મોદીએ શનિવારે લોકોને યાદ અપાવ્યું કે તેઓ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કરવાના છે. તેમણે વધુમાં વધુ લોકોને આ પ્રોગ્રામ સાથે જોડાવવાની અપીલ કરી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More