Home> India
Advertisement
Prev
Next

PM મોદી થોડીવારમાં કરશે રાષ્ટ્રજોગ સંબોધન, PMO એ આપી જાણકારી

PM Narendra Modi to Address Nation: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ ટ્વિટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પ્રવાસ માટે રવાના થતાં પહેલાં સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

PM મોદી થોડીવારમાં કરશે રાષ્ટ્રજોગ સંબોધન, PMO એ આપી જાણકારી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi) આજે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે અને તે પહેલા સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ આ માહિતી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે PM મોદી રાષ્ટ્રને સંદેશ આપશે (PM Narendra Modi to Address Nation). જણાવી દઈએ કે પીએમ મોદી તેમના ત્રણ દિવસીય યુપી પ્રવાસના પહેલા દિવસે આજે મહોબા અને ઝાંસી જવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત બુંદેલખંડને ઘણી ભેટ આપશે.

9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે PM મોદી: PMO
પીએમઓ (PMO) એ ટ્વીટ કરીને કહ્યું, 'આજે ગુરુ નાનક જીનું પ્રકાશ પર્વ છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ( Narendra Modi) સિંચાઈ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા યુપીના મહોબા જશે. ત્યારબાદ સાંજે તેઓ ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં હાજરી આપશે. રવાના થતા પહેલા તેઓ સવારે 9 વાગે રાષ્ટ્રને સંદેશ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More