Home> India
Advertisement
Prev
Next

92 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા

ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદી (Narendra Modi)એ તેમના જન્મદિવસ પર અડવાણીને યાદ કરતાં તેમને એક રાજનેતા, વિદ્યાન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ ભાજપને મજબૂત બનાવવા માટે દાયકાઓ સુધી કામ કર્યું. 

92 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદી (Narendra Modi)એ તેમના જન્મદિવસ પર અડવાણીને યાદ કરતાં તેમને એક રાજનેતા, વિદ્યાન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ ભાજપને મજબૂત બનાવવા માટે દાયકાઓ સુધી કામ કર્યું. 

પીમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે 'વિદ્વાન, રાજનેત અને દેશના સૌથી સન્માનિત નેતાઓમાંથી એક, નાગરિકોને સશક્ત બનાવવામાં શ્રી લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને ભારત સદા યાદ રાખશે. તેમના જન્મદિવસ પર તેમના દિર્ઘ આયુની કામના કરું છું.'

લાલ કૃષ્ણ અડવાણીજી એ દાયકાઓ સુધી ભાજપને સશક્ત બનાવવા માટે મહેનત કરી છે. જો ગત કેટલાક વર્ષોમાં અમારી પાર્ટી ભારતીય રાજકારણમાં મુખ્ય સ્થાન ધરાવે છે તો આ અડવાણીજી જેવા સ્વાર્થરહિત કાર્યકર્તાઓની દાયકાઓ સુધી કરેલી મહેનતનું પરિણામ છે. 

અડવાણીજી હંમેશા મૂલ્યો સાથે જોડાયેલા રહ્યા. જીવનમાં એકવાર પણ પોતાની મૂળ વિચારધારા સાથે બાંધછોડ કરી નહી. જ્યારે પણ આપાણ લોકતંત્રની રક્ષાનો સવાલ આવ્યો તે સૌથી આગળ રહ્યા. એક મંત્રી તરીકે તેમની વહિવટી યોગ્યતાને મજબૂત ગણવામાં આવે છે. 

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ સિંઘ (હવે પાકિસ્તાન)માં થયો હતો. ભાજપના સૌથી કદાવર નેતાઓમાં રહેલા અડવાણીને 80ના દાયકાના અંત અને 90ના દાયકાની શરૂઆતમાં અયોધ્યા આંદોલન દ્વારા પાર્ટીને રાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ શક્તિ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તે અટલ સરકારમાં ઉપ વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More