Home> India
Advertisement
Prev
Next

પડોશી પ્રથમ: PM મોદી આજથી બે દિવસના ભૂટાન પ્રવાસે, દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

ભારતની 'પડોશી પ્રથમ'ની નીતિને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. 17થી 18 ઓગસ્ટના તેમના આ ભૂટાન પ્રવાસ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સંલગ્ન વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. જેમાં હાઈડ્રોપાવર ક્ષેત્રે સહયોગ સહિત બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવાના મુદ્દા પણ સામેલ હોઈ શકે છે. મોદીના પ્રવાસ અગાઉ 15 ઓગસ્ટના રોજ ભૂટાને તેમને બિરદાવતા કહ્યું હતું કે તેઓ એક એવા વ્યક્તિ છે જે ભારતને આગળ લઈ જવા ઈચ્છે છે. 

પડોશી પ્રથમ: PM મોદી આજથી બે દિવસના ભૂટાન પ્રવાસે, દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હી: ભારતની 'પડોશી પ્રથમ'ની નીતિને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. 17થી 18 ઓગસ્ટના તેમના આ ભૂટાન પ્રવાસ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સંલગ્ન વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. જેમાં હાઈડ્રોપાવર ક્ષેત્રે સહયોગ સહિત બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવાના મુદ્દા પણ સામેલ હોઈ શકે છે. મોદીના પ્રવાસ અગાઉ 15 ઓગસ્ટના રોજ ભૂટાને તેમને બિરદાવતા કહ્યું હતું કે તેઓ એક એવા વ્યક્તિ છે જે ભારતને આગળ લઈ જવા ઈચ્છે છે. 

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનના વડાપ્રધાન ડો.લોટે શેરિંગના આમંત્રણ પર ભૂટાન જઈ રહ્યાં છે. પીએમ મોદી આ દરમિયાન ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક અને ભૂટાનના ચોથા નરેશ જિગ્મે સિગ્યે વાંગચૂકની મુલાકાત કરશે. તેઓ ભૂટાનના વડાપ્રધાન ડો.લોટે શેરિંગ સાથે મીટિંગ કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ સૂચવે છે કે ભારત સરકાર પોતાના વિશ્વાસુ મિત્ર ભૂટાન સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂટાન પ્રવાસ ભારત સરકાર દ્વારા  પડોશી પ્રથમ નીતિ પર ભાર મૂકવાના મહત્વને દર્શાવે છે. 

પરસ્પર હિતો સંબંધિત વિવિધ વિષયો પર થશે વ્યાપક ચર્ચા
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ ભારત અને ભૂટાન સમયની કસોટી પર ખરા અને વિશેષ સંબંધોને શેર કરે છે અને બંને દેશ જોઈન્ટ સાંસ્કૃતિક ધરોહર અને લોકો વચ્ચેના સંપર્કની સાથે આપસી સમજ અને સન્માન ભાવ ધરાવે છે. મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સંલગ્ન વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. આ સાથે જ પોતાના પહેલેથી મજબુત સંબંધોની વધુ ગાઢ બનાવવા પર ભાર આપશે. બંને દેશો આર્થિક અને વિકાસ સહયોગ સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે ચર્ચા કરશે. 

જુઓ LIVE TV

ડો.શેરિંગે ફેસબુક પોસ્ટ દ્વારા પીએમ મોદીને કર્યાં હતાં યાદ
અત્રે જણાવવાનું કે પીએમ મોદીના ભૂટાન પ્રવાસ અગાઉ 15મી ઓગસ્ટના રોજ ભૂટાનના વડાપ્રધાન ડો. લોટે શેરિંગે નરેન્દ્ર મોદીની સાથે દિલ્હી મુલાકાતની યાદ તાજા કરી હતી. ડો. લોટે શેરિંગે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું  કે પોતાના દેશની વિવિધતા અને જટિલતાને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો લેનારા પીએમ નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ સ્તરે ખુબ જ મજબુત છે. પીએમ મોદી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા શેરિંગે લખ્યું હતું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નેતા તરીકે તેઓ ખુબ વિનમ્ર અને નેચરલ છે. 

પીએમ મોદીએ શેર કરી ભૂટાનના પીએમની એફબી પોસ્ટ
ભૂટાનના પીએમની ફેસબુક પોસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શેર પણ કરી હતી. લોટે શેરિંગની પોસ્ટને શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે ભૂટાનના પીએમએ લવલી ફેસબુક પોસ્ટ શેર કરી છે, મે વિચાર્યું કે તમારા બધા સાથે શેર કરવી જોઈએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More