Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદી વારાણસીથી લડી રહ્યાં છે લોકસભા ચૂંટણી, જાણો આ સીટ પર કેવા છે સમીકરણ

PM Modi Nomination in Varanasi: 1991 બાદથી માત્ર એકવાર વારાણસી સીટ કોંગ્રેસની પાસે ગઈ છે. તો 2009થી સતત ભાજપની જીત થઈ રહી છે અને આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદી અહીંથી સતત લીડથી વિજેતા થઈ રહ્યાં છે. 

પીએમ મોદી વારાણસીથી લડી રહ્યાં છે લોકસભા ચૂંટણી, જાણો આ સીટ પર કેવા છે સમીકરણ

વારાણસીઃ ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2014, વર્ષ 2019 બાદ હવે વર્ષ 2024 માટે સતત ત્રીજી વાર ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. તેમની સાથે આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, ચંદ્રાબાબુ નાયડુ સહિતના અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નોમિનેશનના એક દિવસ પહેલાં PM મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. ત્યારે વારાણસી બેઠક પર ક્યારે મતદાન થશે?. વારાણસી બેઠકનું શું છે ગણિત? જોઈશું આ અહેવાલમાં....

ત્રીજીવાર નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ફોર્મ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. તેની સાથે તેમણે નોમિનેશન નોંધાવવાની હેટ્રિક લગાવી દીધી છે. કેમ કે આ પહેલાં પીએમ મોદીએ વર્ષ 2014 અને પછી વર્ષ 2019માં વારાણસી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું અને બંને વખત શાનદાર જીત મેળવી હતી.

75 ટકા હિન્દુ અને 20 ટકા મુસ્લિમ
વારાણસી લોકસભા સીટ પર કુલ વસ્તીના 75 ટકા હિન્દુઓ છે. તો 20 ટકા મુસ્લિમ વસ્તી છે. બાકીના 5 ટકામાં અન્ય ધર્મના લોકો આવે છે. આ સીટની 65 ટકા વસ્તી શહેરી ક્ષેત્ર અને 35 ટકા વસ્તી ગ્રામિણ વિસ્તારમાં રહે છે. કુલ વસ્તીના 10.01 ટકા જનજાતિ અને 0.7 ટકા દલિત વર્ગમાંથી છે.

આ પણ વાંચોઃ PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગત
 
વારાણસીમાં કર્યો હતો રોડ શો
PM મોદીએ ગઈકાલે વારાણસીમાં જંગી રોડ શો કર્યા પછી ગણેશજીના વાર એવા મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ. આ સમયે તેમની સાથે પ્રસ્તાવક તરીકે પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા પછી જ્યારે પીએમ મોદી બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓની સાથે સાથે એનડીએ ગઠબંધનના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. 

પીએમ મોદીએ આપ્યો છે 400 પારનો નારો
ભાજપે અબકી બાર 400 પારનો નારો આપ્યો છે ત્યારે ગઠબંધનના નેતાઓએ પીએમ મોદીની ઉમેદવારી બાદ મીડિયા સમક્ષ દાવો કર્યો કે પીએમ મોદી ફરી એકવાર દેશનું સુકાન સંભાળશે. વારાણસી બેઠક પરથી સાંસદ બન્યા પછી PM મોદીએ અનેક વિકાસકાર્યો કર્યા છે. જેના કારણે વારાણસી આજે દેશ અને દુનિયામાં વધુ જાણીતુ બન્યું છે. વારાણસી બેઠક પર 1 જૂને મતદાન થશે.

આ પણ વાંચો- ભાજપ માટે ચોંકાવનારી આગાહી! જાણો કેટલું સટીક છે દેશનું સૌથી મોટું ફલોદી સટ્ટા બજાર?

ભાજપનો ગઢ છે આ બેઠક
વર્ષ 2009માં ભાજપના મુરલી મનોહર જોશીનો 17,211 મતથી વિજય થયો હતો. વર્ષ 2014માં ભાજપના નરેન્દ્ર મોદીનો જંગી વિજય થયો હતો. આ બેઠક પર તેમનો 3,71,784 મતથી વિજય થયો હતો. વર્ષ 2019માં ફરી એકવાર ભાજપના નરેન્દ્ર મોદીનો 4,79,505 મતથી વિજય થયો હતો. આ વખતે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી મેદાનમાં છે. તેમને ટક્કર આપી શકે તેવો કોઈ ઉમેદવાર વિપક્ષમાં નથી ત્યારે એ જોવાનું રહેશે કે તેમની જીતની સરસાઈ કેટલી રહે છે?...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More