Home> India
Advertisement
Prev
Next

Dilip Kumar નું નિધન, PM મોદીએ સાયરા બાનોને કર્યો ફોન, રાહુલ ગાંધી-શરદ પવાર સહિત અનેક નેતાઓએ જતાવ્યો શોક

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું 98 વર્ષની વયે આજે સવારે નિધન થયું. દિલીપકુમાર લાંબા સમયથી બીમાર હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આજે સવારે છેલ્લા શ્વાસ લીધા. દિલીપકુમારના નિધન બાદ પીએમ મોદી સહિત દેશના અનેક મોટા રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. 

Dilip Kumar નું નિધન, PM મોદીએ સાયરા બાનોને કર્યો ફોન, રાહુલ ગાંધી-શરદ પવાર સહિત અનેક નેતાઓએ જતાવ્યો શોક

નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું 98 વર્ષની વયે આજે સવારે નિધન થયું. દિલીપકુમાર લાંબા સમયથી બીમાર હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આજે સવારે છેલ્લા શ્વાસ લીધા. દિલીપકુમારના નિધન બાદ પીએમ મોદી સહિત દેશના અનેક મોટા રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. 

પીએમ મોદીએ સાયરાબાનોને કર્યો ફોન
પીએમ મોદીએ દિલીપકુમારના પત્ની સાયરા બાનો સાથે ફોન પર વાત કરી અને આ દુ:ખની ઘડીમાં પરિવારને સાંત્વના જતાવી. પીએમ મોદીએ લગભગ દસ મિનિટ સુધી સાયરા બાનો સાથે વાત કરી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યો શોક
આ સાથે પીએમ મોદીએ ટ્વીટ કરીને પણ દિલીપકુમારના નિધન પર શોક જતાવ્યો. તેમણે લખ્યું કે દિલીપકુારજીને એક સિનેમેટિક લેજન્ડ તરીકે યાદ રાખવામાં આવશે. તેમને અદ્વિતિય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. જેના કરાણે પેઢીઓના દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. તેમની વિદાય આપણી સાંસ્કૃતિક  દુનિયા માટે એક ખોટ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના, શ્રદ્ધાંજલિ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે દિલીપકુમારે પોતાની જાતને ઉભરતા ભારતના ઈતિહાસને સંક્ષેપ્તમાં પ્રસ્તુત કર્યા. તેમના નાટકીય આકર્ષણે તમામ સરહદો પાર કરી અને સમગ્ર ઉપમહાદ્વીપમાં પ્રેમ મેળવ્યો. તેમના નિધનથી એક યુગનો અંત થયો. દિલીપસાહેબ ભારતના દિલમાં હંમેશા જીવિત રહેશે. પરિવાર અને અગણિત પ્રશંસકો પ્રત્યે સંવેદના. 

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જતાવ્યો શોક
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટર પર લખ્યું '#TragedyKing તરીકે વિખ્યાત દિલીપકુમારજી સ્વયંમાં અભિનયની એક શાળા હતા. સોનેરી પડદે અલગ અલગ ભૂમિકાઓને જીવંતતા પ્રદાન કરીને તેમણે સમાજને એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો. તેમનું નિધન વિશ્વ સિનેમા માટે અપૂરણીય ખોટ છે. શોક મગ્ન પરિજનો પ્રત્યે સંવેદનાઓ. 

રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ દિલીપકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે  દિલીપકુમારજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ છે. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાનને આવનારી પેઢીઓ માટે યાદ કરાશે. 

 

રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે જ્યારે હું પદ્મ વિભૂષણ આપવા માટે મુંબઈ ગયો તો દિલીપકુમારજીને વ્યક્તિગત રીતે મળ્યો હતો. મહાન અભિનેતાની સાથે વાતચીત કરવી એ મારા માટે એક વિશેષ ક્ષણ હતી. તેમનું નિધન ભારતીય સિનેમા માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમના પરિવાર, મિક્ષો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના.

શરદ પવારે ટ્વીટ કરીને જતાવ્યો શોક
એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ દિલીપકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના નિધન અંગે જાણીને દુખ થયું. આપણે એક લેજેન્ડને ગુમાવ્યા. શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સેવેદનાઓ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More