Home> India
Advertisement
Prev
Next

હીરાબાનું નિધન, દેશભરના નેતાઓએ પાઠવી સંવેદનાઓ : માતાને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ, જાણો કયા નેતાએ શું કહ્યું 

હીરાબાનું નિધન, દેશભરના નેતાઓએ પાઠવી સંવેદનાઓ : માતાને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ, જાણો કયા નેતાએ શું કહ્યું 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી શોકની લહેર ફરી વળી છે. પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. પીએમ મોદીના નિધન પર દેશભરમાંથી શોક સંદેશ આવી રહ્યા છે. નેતાઓ પણ શોક સંદેશ પાઠવી રહ્યા છે. જાણો કોણે શું કહ્યું. 

ગૃહમંત્રી અમિત શાહ પણ પાછળ રહ્યા નથી. મોદી અને અમિત શાહના સંબંધો જ અલગ છે. બંને વર્ષોથી એક સાથે છે એમને સંવેદના વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું- માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

પ્રિયંકા ગાંધીઃ વડાપ્રધાન મોદીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પાવન ચરણોમાં સ્થાન આપે. મોદીજી અને તેમના પરિવારના સભ્યો દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે

શિવરાજ સિંહ: ટ્વીટ કર્યું – ભક્તિ, તપસ્યા અને કર્મની ત્રિવેણી. નરેન્દ્ર મોદીજી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરનાર માતાના ચરણોમાં નમન. આદરણીય માતા હંમેશા પ્રેરણા બની રહેશે.

યુપીના મુખ્યમંત્રી યોગી:  એક પુત્ર માટે માતા જ સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. પીએમ મોદીજીના પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.

ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
નરેન્દ્રભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. હીરાબા ઉદારતા, સાદગી, સખત પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિક હતા. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, હીરાબાનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય એ એક અપુરતી ખોટ છે, આ ખાલીપણાને ભરવું અશક્ય છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ કર્યું છે કે, હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.

RSSએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. નરેન્દ્ર મોદીના આદરણીય માતા હીરા બાના નિધન સાથે એક તપસ્વી જીવનનો અંત આવ્યો છે. આ દુઃખદ અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમે બધા સ્વયંસેવકો શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
!!ઓમ શાંતિ:!!

<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr">प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पूजनीया माता जी हीरा बा के निधन से एक तपस्वी जीवन पूर्ण हो गया। इस दु:खद प्रसंग पर राष्ट्रीय स्वयंसेवक संघ के हम सभी स्वयंसेवक अपनी श्रद्धांजलि अर्पित करते हैं।<br>!!ॐ शान्तिः!! <a href="https://t.co/p60BkwHPVF">pic.twitter.com/p60BkwHPVF</a></p>&mdash; RSS (@RSSorg) <a href="https://twitter.com/RSSorg/status/1608668430655434752?ref_src=twsrc%5Etfw">December 30, 2022</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે અને ટ્વીટ કરીને પોતાનો સંદેશો પાઠવ્યો છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ '#માતૃદેવોભવ'ની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More