Home> India
Advertisement
Prev
Next

PM Narendra Modi એ સોમાસુ સત્ર પહેલા લીધો 'ક્લાસ', મંત્રીઓને આપ્યું આ 'હોમવર્ક'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) એ બુધવારે કેન્દ્રીય મંત્રી પરિષદને સંસદના આગામી ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) માટે તૈયાર થવાનું કહ્યું છે.

PM Narendra Modi એ સોમાસુ સત્ર પહેલા લીધો 'ક્લાસ', મંત્રીઓને આપ્યું આ 'હોમવર્ક'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) એ બુધવારે કેન્દ્રીય મંત્રી પરિષદને સંસદના આગામી ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) માટે તૈયાર થવાનું કહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક (Union Council of Ministers meeting) ની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ મંત્રીઓને પોતાનું 'હોમવર્ક' કરવા અને સત્ર દરમિયાન સરકારના વિચારોને પ્રભાવી ઢબે રજુ કરવા માટે પણ કહ્યું. 

મંત્રાલયોના નિયમો સારી પેઠે સમજી લો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓ, ખાસ કરીને નવા મંત્રીઓને કહ્યું કે સંસદ અને તમારા મંત્રાલયના નિયમો સારી રીતે સમજી લો અને તેમને બરાબર જાણી લો. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે સંસદમાં મંત્રાલયો સંબંધિત પ્રશ્નોના જવાબ ભલે રાજ્યમંત્રી આપે પરંતુ કેબિનેટ મંત્રીઓની પણ જવાબદારી રહેશે. હંમેશાની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના તમામ મંત્રીઓને નિર્દેશ આપ્યા કે સંસદમાં રોસ્ટર ડ્યૂટી સમયે તેઓ જરૂર હાજર રહે, કોઈ પણ મંત્રી રોસ્ટર ડ્યૂટી વખતે ગેરહાજર રહે નહીં. 

આ મંત્રાલયોએ આપ્યું પ્રેઝન્ટેશન
પ્રધાનમંત્રી સાથેની બેઠક દરમિયાન સંસદીય પ્રક્રિયાઓ અને નિયમો પર સ્વાસ્થ્ય મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય, અને સંસદીય કાર્ય મંત્રાલય તરફથી પ્રેઝન્ટેશન પણ અપાયું. પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેઝન્ટેશનમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વધેલા ભાવના કારણો જણાવાયા. આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રેવન્યૂની વહેંચણીની જાણકારી પણ અપાઈ. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રેઝન્ટેશનમાં કોવિડના હાલાત, દવા અને રસીની તાજી જાણકારી અપાઈ. ઓક્સિજન આપૂર્તિ માટે સરકારના પગલાની પણ જાણકારી અપાઈ. 19 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે DA ને 17 ટકાથી વધારી 28 ટકા કરવા માટે આપી મંજૂરી

આ મુદ્દાઓ પર હંગામો મચી શકે છે
આ વખતે સંસદના ચોમાસા સત્રમાં વિપક્ષના આરોપો, હંગામા અને ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ અંગે પણ સંસદીય કાર્ય મંત્રાલય તરફથી એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. સંસદીય કાર્ય મંત્રાલયના પ્રેઝન્ટેશનમાં સંસદના આગામી સત્રમાં રજુ થનારા વિધેયકો અંગે જાણકારી અપાઈ. કયા કયા મુદ્દાઓ પર ચર્ચાની માગણી થઈ શકે છે તેની પણ જાણકારી અપાઈ. કહેવાય છે કે વિપક્ષ મોંઘવારી, ખેડૂત બિલ, કોવિડ નિયંત્રણ, રસીની અછત જેવા મુદ્દા ઉઠાવી શકે છે. સરકાર તરફથી આ તમામ મુદ્દાઓ પર બરાબર તૈયારીનું પ્રેઝેન્ટેશન હતું. 

Congress માં ધરખમ ફેરફારની તૈયારી, કમલનાથને મળશે આ મોટી જવાબદારી!, રાહુલ સંભાળશે સંસદમાં પાર્ટીની કમાન?

કેન્દ્રીય મંત્રી પરિષદની બીજી બેઠક
અત્રે જણાવવાનું કે સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે આ સત્રમાં રજુ કરવા માટે 17 નવા વિધેયકો સૂચિબદ્ધ કર્યા છે. છ અન્ય વિધેયકો બંને સદનમાં અને સંસદીય સમિતિ સામે વિભિન્ન તબક્કામાં પેન્ડિંગ છે. સંસદ સત્ર દરમિયાન સવાલોના જવાબ આપવા ઉપરાંત રાજ્યમંત્રી કેબિનેટ મંત્રીઓની ગેરહાજરીમાં પણ બિલ રજુ કરે છે. હાલમાં જ મંત્રીમંડળમાં ફેરફાર બાદ કેન્દ્રીય મંત્રી પરિષદની આ બીજી બેઠક હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More