Home> India
Advertisement
Prev
Next

PM Modi Purvanchal Visit: પીએમ મોદીએ વારાણસીથી સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની કરી શરૂઆત, જાણો શું છે ખાસ

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. સિદ્ધાર્થનગર બાદ પીએમ મોદી વારાણસી પહોંચ્યા.

PM Modi Purvanchal Visit: પીએમ મોદીએ વારાણસીથી સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની કરી શરૂઆત, જાણો શું છે ખાસ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. સિદ્ધાર્થનગર બાદ પીએમ મોદી વારાણસી પહોંચ્યા. અહીં તેમણે આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કર્યું. જે સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્ધાટન કર્યું. 

વારાણસીથી સ્વાસ્થ્ય યોજના કરી લોન્ચ
પીએમ મોદીએ વારાણસીથી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કર્યું. આ મિશન પર આગામી 5 વર્ષમાં 64000 કરોડ રૂપિયા ખર્ચ થશે. જે હેઠળ જિલ્લા સ્તર પર ICU, વેન્ટિલેટર વગેરેની સુવિધાઓ સહિત 37 હજાર બેડ વિક્સિત કરવામાં આવશે. તેનાથી જિલ્લામાં જ સારવાર મળી શકશે અને સારવારના ખર્ચામાં પણ બચત થઈ શકશે. આ ઉપરાંત 4 હજાર લેબ બનાવવામાં આવશે. મિશનમાં ચેપી રોગો પર ખાસ ફોકસ છે. પાંચ નવા NCDC બનાવવામાં આવશે. આ સાથે જ હેલ્થ યુનિટ્સને વિક્સિત કરાશે. 

પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કરીને પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારોએ સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપ્યું નહીં. તેમણે કહ્યું કે શરીરને સ્વસ્થ રાખવા માટે કરાયેલું રોકાણ ઉત્તમ રોકાણ છે. 

9 મેડિકલ કોલેજોનું કર્યું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિદ્ધાર્થનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં સિદ્ધાર્થનગર, એટા, હરદોઈ, પ્રતાપગઢ, ફતેહપુર, ગાઝીપુર, મિર્ઝાપુર, અને જૌનપુર જિલ્લાઓ સ્થિત મેડિકલ કોલેજોનું ઉદ્ધાટન કર્યું. આ 9 મેડિકલ કોલેજ માટે અંદાજિત ખર્ચ 2329 કરોડ રૂપિયા છે. કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ પૂર્વાંચલ માટે અને સમગ્ર ઉત્તર પ્રદેશ માટે આરોગ્યનો ડબલ ડોઝ લઈને આવ્યો છે. તમારા માટે એક ઉપહાર લઈને આવ્યો છે. અહીં સિદ્ધાર્થિનગરમાં યુપીની 9 કોલેજોનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારબાદ પૂર્વાંચલથી જ સમગ્ર દેશ માટે ખુબ જરૂરી મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી યોજના શરૂ થઈ રહી છે. 

પીએમ મોદીએ કહ્યું કે આજે કેન્દ્રમાં જે સરકાર છે, અહીં યુપીમાં જે સરકાર છે તે અનેક કર્મયોગીઓની દાયકાઓની તપસ્યાનું ફળ છે. સિદ્ધાર્થનગરે પણ સ્વર્ગીય માધવપ્રસાદ ત્રિપાઠીના રૂપમમાં એક એવા સમર્પિત જનપ્રતિનિધિ દેશને આપ્યા, જેમનો અથાગ પરિશ્રમ આજે રાષ્ટ્રને કામ આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, સિદ્ધાર્થનગરની નવી મેડિકલ કોલેજનું નામ માધવબાબુના નામ પર રાખવું તેમના સેવાભાવ પ્રત્યે સાચી કાર્યાંજલિ છે. માધવબાબુનું નામ અહીંથી ભણીને નીકળનારા યુવા ડોક્ટરોને જનસેવાની નિરંતર પ્રેરણા આપશે. 

અઢી હજાર નવા બેડ્સ તૈયાર થયા
પીએમ મોદીએ કહ્યું કે 9 નવી મેડિકલ કોલેજના નિર્માણથી લગભગ અઢી હજાર નવા બેડ્સ તૈયાર થયા છે. 5 હજારથી વધુ ડોક્ટર અને પેરામેડિકસ માટે રોજગારની નવી તકો બની છે. આ સાથે જ દર વર્ષે સેંકડો યુવાઓ માટે મેડિકલના અભ્યાસનનો નવો રસ્તો ખુલ્યો છે. યુપી અને પૂર્વાંચલમાં આસ્થા, આધ્યાત્મ, અને સામાજિક જીવન સાથે જોડાયેલો ખુબ વિસ્તૃત વારસો છે. આ વારસાને સ્વસ્થ, સક્ષમ અને સમૃદ્ધ ઉત્તર પ્રદેશના ભવિષ્ય સાથે જોડવામાં આવી રહ્યો છે. 

ગત સરકારો પર સાધ્યું નિશાન
કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે શું ક્યારેય કોઈને યાદ છે કે યુપીના ઈતિહાસમાં એક સાથે આટલી બધી મેડિકલ કોલેજનું લોકાર્પણ થયું હોય? પહેલા આવું કેમ નહતું થતું અને અત્યારે કેમ થાય છે? તેનું એક જ કારણ છે- રાજનીતિક ઈચ્છાશક્તિ અને રાજનીતિક પ્રાથમિકતા. 7 વર્ષ પહેલા દિલ્હીમાં જે સરકાર હતી, અને 4 વર્ષ પહેલા યુપીમાં સરકાર હતી તેઓ પૂર્વાંચલમાં શું કરતા હતાં? જે પહેલા સરકારમાં હતાં તેઓ વોટ માટે ક્યાંક ડિસ્પેન્સરીની, ક્યાંક નાની મોટી હોસ્પિટલની જાહેરાત કરીને બેસી જતા હતા. વર્ષો સુધી કાં તો બિલ્ડિંગ નહતી બનતી, બિલ્ડિંગ હોય તો મશીન નહતા. બંને હોય તો ડોક્ટરો કે અન્ય સ્ટાફ નહતો રહેતો. ઉપરથી ગરીબોના હજારો કરોડ રૂપિયા લૂંટનારી ભ્રષ્ટાચારની સાયકલ ચોવીસ કલાક અલગથી ચાલતી હતી હતી. 

પૂર્વાંચલને કર્યું બદનામ
પીએમ મોદીએ કહ્યું કે જે પૂર્વાંચલની છબી ગત સરકારોએ ખરાબ કરી હતી, જે પૂર્વાંચલને મગજના તાવથી થયેલા દુખદ મોતોના કારણે બદનામ કરવામાં આવ્યું હતું, તે પૂર્વાંચલ, તે જ ઉત્તર પ્રદેશ, પૂર્વ ભારતને સ્વાસ્થ્યનું નવું અજવાળું આપશે. યુપીના ભાઈ બહેન ક્યારેય નહીં ભૂલી શકે કે કેવી રીતે યોગીજીએ સંસદમાં યુપીની કથળેલી મેડિકલ વ્યવસ્થાની વ્યથા સંભળાવી હતી. યોગીજી ત્યારે મુખ્યમંત્રી નહતા. સાંસદ હતા. જ્યારે યોગી આદિત્યનાથજીને જનતા જનાર્દને સેવાની તક આપી તો કેવી રીતે તેમણે મગજના તાવને વધતા રોક્યો, આ વિસ્તારના હજારો બાળકોના જીવન બચાવ્યા. સરકાર જ્યારે સંવેદનશીલ હોય, ગરીબનું દર્દ સમજવા માટે મનમાં કરુણા ભાવ હોય તો આ રીતે કામ થાય છે. 

દેશમાં 7 વર્ષમાં 60 હજાર નવી મેડિકલ સીટ વધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે સાચું જ કહે છે, 'જા કે પાંવ ન ફટી બિવાઈ, વો ક્યાં જાને પીર  પરાઈ'. 2014 અગાઉ આપણા દેશમાં મેડિકલની સીટ 90 હજારથી ઓછી હતી. છેલ્લા 7 વર્ષમાં દેશમાં મેડિકલની 60 હજાર નવી સીટો જોડવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ 2017 સુધી સરકારી મેડિકલ કોલેજોમાં મેડિકલની ફક્ત 1900 સીટ હતી. જ્યારે ડબલ એન્જિનની સરકાર છેલ્લા ચાર વર્ષમાં જ 1900 બેઠકો કરતા વધુ મેડિકલ સીટોનો વધારો કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More