Home> India
Advertisement
Prev
Next

શાહીન બાગના સમર્થનમાં રાહુલ-કેજરીવાલની ટોળી, કામ કરનારની સાથે દેશભક્તઃ પીએમ મોદી

દિલ્હીના દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધી રહ્યાં છે. 

શાહીન બાગના સમર્થનમાં રાહુલ-કેજરીવાલની ટોળી, કામ કરનારની સાથે દેશભક્તઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જેમ-જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ દિલ્હીના રાજકીય માહોલમાં ગરમી વધતી જાય છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.  દિલ્હીના દ્વારકામાં વડાપ્રધાન મોદી વિશાળ રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેજરીવાલ સરકાર પર અનેક પ્રહારો કર્યાં હતા. આ સાથે પીએમ મોદીએ શાહીન બાગ, સીએએ, સર્જિકલ સ્ટ્રાઇક સહિતના ઘણા મુદ્દે વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીની જનતા 8 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં મતદાન કરે. પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ સીએએ પર અફવાઓ ફેલાવી રહ્યાં છે. દેશની તથા દિલ્હીની જનતા સત્ય જાણે છે. હવે તમારે આવી અફવાઓ ફેલાવનારને જવાબ આપવાનો છે. 

વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાના મહત્વના મુદ્દાઓ 

- જૂના વારસામાં નવાપણું લાવવાની સાથે નવા વારસાને પણ વિકસિત કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ગેટની પાસે ભવ્ય નેશનલ વોર મેમોરિયલ બનાવવાનું કામ પણ અમે કર્યું છેઃ પીએમ મોદી

- ઈન્ડિયા ગેટ હોય, લાલ કિલો હોય, દેશની સંસદ હોય, નોર્થ કે સાઉથ બ્લોક હોય. બધાની ભવ્યતાને વધારવામાં આવી છે. હવે લાલ કિલામાં નેતા જી સુભાષ ચંદ્ર બોસને સમર્પિત ક્રાંતિ મંદિર મ્યૂઝિયમનું નિર્માણ થયું છે. લાલ કિલામાં હવે ભવ્ય ભારત પર્વનું પણ આયોજન થાય છે. 

- દિલ્હી વધુ સુંદર બને, અહીંના લોકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળે, તેના માટે અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. યમુનાને સ્વચ્છ બનાવવા સાથે જોડાયેલી યોજનાઓની સાથે અમારી સરકાર યમુના રિવર ફ્રન્ટ પર પણ કામ કરી રહી છેઃ પીએમ મોદી 

- દિલ્હીમાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું કામ કેટલા વર્ષોથી ચાલી રહ્યું હતું? લોકો રાહ જોતા હતા કે ક્યારે કામ પૂરુ થશે. અમારી સરકાર બન્યા બાદ વર્ષોથી અટકેલું આ કામ પૂરુ થયું- પીએમ મોદી

- આ સમયે રેપિડ સેલ સિસ્ટમ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે, દિલ્હીથી મેરઠ આવવા-જવામાં ઓછામાં ઓછો સમય લાગશે, તે દિશામાં પણ કામ થઈ રહ્યું છે. આ સિસ્ટમ માટે બજેટમાં આશરે 2.5 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 

- જો બહાના અને વિરોધથી કામ ચાલે, તો શું અમારી સરકાર આકરા અને મોટા નિર્ણયો લઈ શકે? 5 વર્ષમાં અમે એક બાદ એક મજબૂત પગલા ભર્યા છે, શું તે કરી શકત? ભાજપે ઈચ્છાશક્તિ દર્શાવી છે અને 40 લાખ દિલ્હી વાળાને પોતાના મકાન અને પોતાની દુકાનનો હક મળ્યોઃ પીએમ મોદી

- દિલ્હીની 1700થી વધુ ગેરકાયદેસર કોલોનિઓમાં 40 લાખ લોકોને ઘરોના અધિકારનો વિષય દિલ્હી કેમ ભૂલી શકે છે? અહીં જે સત્તા છે, તે પ્રયત્નમાં હતી કે કોઈ રીતે વધુ એક બે વર્ષ માટે મામલાને ટાળી દેવામાં આવેઃ પીએમ મોદી

- નાગરિકતા સંશોધન કાયદો બન્યા બાદ દેશ અને દિલ્હીના લોકો પહેલા દિવસથી જોઈ રહ્યાં છે કે કેમ આ લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, લોકો સામે જૂઠ બોલવામાં આવી રહ્યું છે. દિલ્હીની જનતા બધુ જોઈ રહી છે. બધુ સમજી રહી છે. મારો જે દિલ્હી પર વિશ્વાસ છે કે તે તમામ વસ્તુને જોઈ અને સમજી રહ્યાં છે. વોટ બેન્કની રાજનીતિ, નફરતની રાજનીતિ, ખોટા ઇરાદા અને ખરાબ નીયતની સાથે દિલ્હીનો વિકાસ ક્યારેય ન થઈ શકેઃ પીએમ મોદી

- પોતાની રાજનીતિ માટે, પુષ્ટિકરણ માટે લોકોને ભડકાવનાર, શું આવા લોકો દિલ્હીનું કલ્યાણ કરી શકશે? આ લોકો બાટલા હાઉસના આતંકીઓ માટે રડી શકે છે, તેનો સાથ આપવા માટે સુરક્ષા દળો પર સવાલ ઉઠાવી શકે છે, પરંતુ દિલ્હીનો વિકાસ કરી શકતા નથીઃ પીએમ મોદી 

- સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવાને લઈને તમારા મનમાં ગુસ્સો નથી? જો હોય તો 8 તારીખે તે ગુસ્સો કાઢવો જોઈએ કે નહીં? તેને સજા મળવી જોઈએ કે નહીં? સજા આપવાનું કામ તમે કરશો કે નહીં? દિલ્હીમાં એવું નેતૃત્વ જોઈએ જે સીએએ જેવા રાષ્ટ્રીય સુરક્ષાના તમામ નિર્ણય પર દેશનો સાથ આપતું હોયઃ પીએમ મોદી

- સૌભાગ્ય યોજના હેઠળ અમે જેટલા વિજળીના કનેક્શન આપ્યા છે, તે ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી કરતા વધારે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારે જેટલા ઘર બનાવ્યા છે, તે શ્રીલંકાની કુલ જનસંખ્યા કરતા વધારે છેઃ પીએમ મોદી 

- સ્વચ્છ ભારત મિશનથી કેન્દ્ર સરકારે જેટલા શૌચાલય બનાવ્યા છે, તેની સંખ્યા મિસ્ત્રની જનસંખ્યાથી પણ વધારે છે. ઉજ્જવલા યોજનાથી અમે ગરીબ માતાઓને ગેસ કનેક્શન આપ્યા છે, તે ગરીબ જર્મનીની સંખ્યાને બરોબર છે. 

- દિલ્હીના કિસાનોનો શું વાક છે તેને કિસાન સન્માન નિધિનો લાભ મળતો નથી. દિલ્હીમાં દરરોજ આવતા-જતા લોકોનો શું ગુનો છે, જે મેટ્રોના ચોથા ચરણના વિસ્તારને મંજૂરી મળી નથીઃ પીએમ મોદી

- પીએમ જનધન યોજના હેઠળ જેટલા ગરીબોને અમે સુરક્ષા કવર આપ્યા છે, તેની સંખ્યા રૂસની વસ્તી કરતા વધારે છેઃ પીએમ મોદી 

- છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે જે ગતિથી, જે સ્કેલથી કામ કર્યું છે, તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી 

- દિલ્હીમાં દુખ વગરની સરકાર બેઠી છે, જેને દિલ્હીના લોકોની જિંદગીની ચિંતા નથી. દિલ્હીના ગરીબોનો શું વાક છે કે તેને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળતો નથીઃ પીએમ મોદી

- દિલ્હીને વિઘ્ન પાડનારી નહીં, કામ કરનારી રાજનીતિ જોઈએ. દિલ્હીને વિકાસની યોજનાઓ રોકનારી નહીં, સબકા સાથ સબકા વિકાસ પર વિશ્વાસ કરનારૂ નેતૃત્વ જોઈએઃ પીએમ મોદી

- દિલ્હી અને દેશના હિતમાં બધા એક થાય. એક સ્વરમાં તમામ તાકાતની સાથે ઉભા થવાનું છે. દિલ્હીને દોષ આપનારી નહીં, દિશા આપનારી સરકારની જરૂર છેઃ પીએમ મોદી 

- એક તરફ નિર્ણય લેતો પક્ષ છે, બીજીતરફ નિર્ણયનો વિરોધ કરતો વિપક્ષ છેઃ પીએમ મોદી

- કાલે પૂર્વી દિલ્હી અને આજે અહીં દ્વારકામાં સ્પષ્ટ થઈ ગયું કે 11 ફેબ્રુઆરીએ શું પરિણામ આવવાનું છેઃ પીએમ મોદી

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More