Home> India
Advertisement
Prev
Next

UP ના 40 સાંસદો સાથે બેઠક કરશે પીએમ મોદી, આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્રારા શુક્રવારે પોતાના નિવાસસ્થાન પર ઉત્તર પ્રદેશના લગભગ 40 બીજેપી સાંસદો સાથે બેઠક કરે તેવી શક્યતા છે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી.

UP ના 40 સાંસદો સાથે બેઠક કરશે પીએમ મોદી, આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્રારા શુક્રવારે પોતાના નિવાસસ્થાન પર ઉત્તર પ્રદેશના લગભગ 40 બીજેપી સાંસદો સાથે બેઠક કરે તેવી શક્યતા છે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી.

આ કારણે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે બેઠક
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

PM કરશે ચોથી બેઠક
સૂત્રોએ જણાવ્યું કે સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી મોદીની વિવિધ રાજ્યોના ભાજપના સાંસદો સાથે આ ચોથી બેઠક હશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી મોદીએ પૂર્વોત્તર રાજ્યો, દક્ષિણી રાજ્યો અને મધ્યપ્રદેશના સાંસદો સાથે બેઠકો કરી છે.

બાદમાં યોજાશે બેઠક
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની શુક્રવારે ઉત્તર પ્રદેશના લગભગ 40 ભાજપના સાંસદો સાથે બેઠક લગભગ નક્કી છે અને પછી રાજ્યના બાકીના સાંસદો સાથે બેઠક કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More