Home> India
Advertisement
Prev
Next

15 August 2022: લાલ કિલ્લાએથી 9 મી વખત દેશને સંબોધશે પીએમ મોદી, એલર્ટ બાદ સુરક્ષા વધારી

Independence Day: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારના સતત 9 મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધિત કરશે.

15 August 2022: લાલ કિલ્લાએથી 9 મી વખત દેશને સંબોધશે પીએમ મોદી, એલર્ટ બાદ સુરક્ષા વધારી

Independence Day PM Modi: આઝાદીની 75 મી વર્ષગાંઠ પર આખો દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ સતત 9 મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસ પર શહેરમાં સંભવિત આતંકી મોડ્યૂલ અને અસામાજિક તત્વો પર નરજ રાખી રાષ્ટ્રીય રાજધાનીમાં અભેદ્ય સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હીની તમામ આઠ સીમાઓની સાથે સાથે શહેરના વ્યસ્ત બજારોમાં સુરક્ષા વધુ સતર્કતા કડક કરવામાં આવી છે. લાલ કિલ્લાની પાસે અનેક સ્તરની સુરક્ષા સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારના સતત 9 મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. આ વર્ષે 15 ઓગસ્ટના યોજાનાર સમારોહ ખાસ છે. કેમ કે આ ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ પર યોજાઈ રહ્યો છે અને સરકાર આ પ્રસંગે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે. સરકારે આઝાદીની 75 મી વર્ષગાંઠ પર હર ઘર તિરંગા સહિત ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ? પિતાએ કેમ ન આપ્યા રોકાણ માટે રુપિયા?

પીએમ મોદી અવારનવાર આ અવસર પર તેમની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાના મહત્વપૂર્ણ પરિણામો વિશે વાત કરે છે. તેમણે ગત વર્ષે તેમના ભાષણમાં રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશન, ગતિ શક્તિ માસ્ટર પ્લાન અને 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.

છૂટાછેડા મુદ્દે સમાધાન, થોડી ક્ષણોમાં એવું શું બન્યું કે પતિએ કાપી નાખ્યું પત્નીનું ગળું

આ પહેલા 2020 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે છ લાખથી વધુ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવાનું કામ 1,000 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે પ્રત્યેક નાગરિકને ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ કાર્ડ આપવાની સરકારની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે 2019 માં સ્વતંત્રાત દિવસ પર તેમના દ્વારા ભાષણમાં ચીફ ડિફેન્સ અધ્યક્ષનું પદ બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.
(એજન્સી ઇનપુટની સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More