Home> India
Advertisement
Prev
Next

વ્યસ્ત વડાપ્રધાન: 125 દિવસમાં 27 રાજ્ય અને 200 કાર્યક્રમમાં હિસ્સો લીધો

વડાપ્રધાન મોદીએ 25 ડિસેમ્બરથી 1 મે વચ્ચે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી તથા જામનગરથી માંડી અનેક વિસ્તારોની મુલાકાતો લીધી

વ્યસ્ત વડાપ્રધાન: 125 દિવસમાં 27 રાજ્ય અને 200 કાર્યક્રમમાં હિસ્સો લીધો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળનાં અંતિમ મહિનાઓ દરમિયાન 200 કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં રાજનીતિક અને સરકારી કાર્યક્રમ, બંન્નેનો સમાવેશ થાય છે. તેમની વેબસાઇટ અનુસાર વડાપ્રધાને 125 દિવસમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ પ્રત્યેક ભારતીયો સાથે સંપર્ક સાધ્યો ભલે સંક્ષીપ્ત રીતે. 

PMનો પ્રિયંકા પર વ્યંગ, નામદારની ચોથી પેઢી સાપની રમત દેખાડી મત માંગે છે

તેમાં કહેવામાં આવ્યું કે, તેમણે 25 ડિસેમ્બરથી 1 મે વચ્ચે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી તથા જામનગરથી માંડીને સિલચર સુધી કદાચ કોઇ હિસ્સો હોય જ્યાંની મુલાકાત નથી લેવાઇ. આ દરમિયાન તેમનાં વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, વિદેશી શાસન પ્રમુખો અને રાજનીતિક કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. 

ગઢચિરોલી નકસલવાદી હુમલાના માસ્ટર માઇન્ડની ઓળખ, 16 લાખનો ઇનામી કમાન્ડર

મુખ્યમંત્રીઓના ઘર અને ગાડી પાછળ ખર્ચાયેલા 13 કરોડ વસુલો: હાઇકોર્ટ
જેમાં જણાવવામાં આવ્યું કે, આ આંકડો સ્વયં બોલે છે. તેમાં મોદીનાં કામકાજની શૈલી અને ઘણા બધા કામો કરવાની અનોખી રીતની ઝલક જોવા મળે છે. આ કાર્યક્રમો દ્વારા તેમણે 125 દિવસમાં લગભગ પ્રત્યેકભારતીય સાથે સંપર્ક સાધ્યો. વેબસાઇટમાં જણાવવામાં આવ્યું કે, વડાપ્રધાન છેલ્લા અનેક વર્ષોમાં પહેલા એવા વડાપ્રધાન બન્યા જેમણે કુંભ મેળામાં જઇને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને પુજા કાર્યક્રમમાં ભાગ પણ લીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More