Home> India
Advertisement
Prev
Next

ત્રણ રાજ્યોની જીતથી 2024માં હેટ્રિકની ગેરંટી... પીએમ મોદીનો મોટો સંદેશ

Election Result: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલી મોટી જીત બાદ કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ચૂંટણી પરિણામની ગૂંજ દૂર સુધી સંભળાશે. 
 

ત્રણ રાજ્યોની જીતથી 2024માં હેટ્રિકની ગેરંટી... પીએમ મોદીનો મોટો સંદેશ

નવી દિલ્હીઃ Election Result 2023: મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી જીતથી ભારતીય જનતા પાર્ટી ગદગદ છે. આ સાથે પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની પણ તૈયારી કરી લીધી છે. આ વાત પીએમ મોદીના સંબોધનમાં પણ જોવા મળી છે. ભાજપના કાર્લાયપમાં પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યાં છે કે આજની હેટ્રિકે 2024ની હેટ્રિકની ગેરંટી આપી છે. આજના જનાદેશે તે પણ સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદને લઈને દેશની અંદર ઝીરો ટોલરેન્સ બની રહી છે. 

તેમણે કહ્યું કે આ ચૂંટણી પરિણામની ગૂંજ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢ સુધી સીમિત નહીં રહે, આ પરિણામની ગૂંજ દૂર દૂર સુધી જશે. દુનિયામાં આ પરિણામની ગૂંજ સંભળાશે. દુનિયાના વિશ્વાસને વધુ મજબૂતી આપશે. દુનિયાભરના ઈન્વેસ્ટરોને પણ નવો વિશ્વાસ આપશે. 

સુશાસનની રાજનીતિનું નવુ મોડલ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- આઝાદીના અમૃતકાળમાં જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, જનતાનું સમર્થન મળી રહ્યું છે. ભારતની જનતા પૂર્ણ બહુમત માટે સમજી વિચારીને મતદાન કરી રહી છે. ભાજપે સેવા અને સુશાસનની રાજનીતિનું નવુ મોડલ દેશની સામે લાવ્યું છે. 

ઈન્ડિયા ગઠબંધન પર પીએમ મોદીનો પ્રહાર
પીએમ મોદીએ કહ્યું- દેશની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. એવા લોકો જે પોતાના તર્કોથી ભ્રષ્ટાચારિઓને કવચ આવે છે, એવા લોકો જે તપાસ એજન્સીઓને બદનામ કરવામાં રાત દિવસ લાગેલા છે, તે સમજી લે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈને પણ જનસમર્થન છે. 

કોંગ્રેસના સૂપડા સાફ
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- જે કોંગ્રેસે આદિવાસી સમાજને પૂછ્યું નહીં, આજે તે સમાજે કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. આ ભાવના આજે આપણે છત્તીસગઢ, એમપી અને રાજસ્થાનમાં પણ જોઈ. જ્યાં આદિવાસી સીટો પર કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. તેમણે કહ્યું- રાજસ્થાનમાં મે ભવિષ્યવાણી કરી હતી કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરી આવશે નહીં. મારો વિશ્વાસ ત્યાંની જનતા પર હતો અને આપણે પરિણામ જોઈ રહ્યાં છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More