Home> India
Advertisement
Prev
Next

ભારતે અભૂતપૂર્વ સિદ્ધિથી દુશ્મનોને ધ્રુજાવ્યાં, 'સ્પેસ પાવર' બનનારો દુનિયાનો ચોથો દેશ બન્યો

ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. દુનિયાના માત્ર ત્રણ દેશોને આ ઉપલબ્ધિ હાંસલ હતી. જેમાં ચીન, અમેરિકા અને રશિયાનું નામ સામેલ છે. ભારત હવે ચોથો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે.

ભારતે અભૂતપૂર્વ સિદ્ધિથી દુશ્મનોને ધ્રુજાવ્યાં, 'સ્પેસ પાવર' બનનારો દુનિયાનો ચોથો દેશ બન્યો

નવી દિલ્હી: ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. દુનિયાના માત્ર ત્રણ દેશોને આ ઉપલબ્ધિ હાંસલ હતી. જેમાં ચીન, અમેરિકા અને રશિયાનું નામ સામેલ છે. ભારત હવે ચોથો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. પીએમ મોદીએ આ જાહેરાત કરતા કહ્યું કે તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. દેશવાસીઓને એક સંબોધનમાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ એલઈઓ એટલે કે લો અર્થ ઓર્બીટમાં એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો. માત્ર 3 મિનિટમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. મિશન શક્તિ ખુબ કપરું ઓપરેશન હતું. જેમાં ટેક્નોલોજીની ક્ષમતા જરૂરી હતી. વૈજ્ઞાનિકો દ્વારા તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરાયા છે. 

મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરિક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો

આ પરાક્રમ ભારતમાં જ વિક્સિત એન્ટી સેટેલાઈટ દ્વારા પાર પાડવામાં આવ્યું. પીએમ મોદીએ તે બદલ ડીઆરડીઓના તમામ વૈજ્ઞાનિકો અને અન્ય સહયોગીઓને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે અંતરીક્ષ આજે આપણી જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજે આપણી પાસે પૂરતી સંખ્યામાં ઉપગ્રહ ઉપલબ્ધ છે. જે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. 

પીએમ મોદીએ કહ્યું કે એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા 3 મિનિટમાં આ ઓપરેશન પાર પડાયું. મિશન શક્તિ કપરું ઓપરેશન હતું. તેમણે સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી  કે ભારત હંમેશા અંતરીક્ષમાં હથિયારોની દોડની વિરુદ્ધમાં રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું આ મિશન કોઈ દેશ વિરુદ્ધ નહતું. કોઈ પણ આંતરાષ્ટ્રીય કાયદા કે સંધિ કરારોનો ભંગ કરતું નથી. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબુત ભારત હોવું  ખુબ જરૂરી છે. અમારો હેતુ યુદ્ધનો માહોલ બનાવવાનો નથી. 

એર સ્ટ્રાઇક બાદ ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક, દુશ્મન દેશને આપ્યો આકરો જવાબ

તેમણે કહ્યું કે અમારો હેતુ શાંતિ જાળવવાનો છે. અમે નિસંદેહ એકજૂથ થઈને એક શક્તિશાળી અને સુરક્ષિત ભારતનું નિર્માણ કરીશું. હું એક એવા ભારતની પરિકલ્પના કરું છું કે જે પોતાના સમયથી બે ડગલા આગળનું વિચારી શકે અને ચાલવાની હિંમત પણ ભેગી કરી શકે. તમામ દેશવાસીઓને આજે આ મહાન ઉપલબ્ધિ પર ખુબ ખુબ અભિનંદન, આ પરાક્રમ કરનારા મારા સાથીઓને ખુબ ધન્યવાદ. 

જુઓ LIVE TV

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More