Home> India
Advertisement
Prev
Next

વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં એલપીજી પાઈપલાઈન પ્રોજેક્ટ (LPG Pipeline Project)ના એક ખંડ અને બે બોટલિંગ પ્લાન્ટ્સનું ઉદ્ધાટન કર્યું.

વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં એલપીજી પાઈપલાઈન પ્રોજેક્ટ (LPG Pipeline Project)ના એક ખંડ અને બે બોટલિંગ પ્લાન્ટ્સનું ઉદ્ધાટન કર્યું. આ પ્રોજેક્ટ્સમાં પારાદીપ-હલ્દીયા-દુર્ગાપુર પાઈપલાઈન પ્રોજેક્ટનું દુર્ગાપુર-બાંકા ખંડ અને બાંકા તથા ચંપારણ જિલ્લામાં બે એલપીજી બોટલિંગ પ્રોજેક્ટ્સ સામેલ છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી AIIMS માં દાખલ, 12 દિવસ પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ

પ્રધાનમંત્રીએ આ અવસરે કહ્યું કે ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી બિહારમાં ફર્ટિલાઈઝર, વીજળી, અને સ્ટીલ ક્ષેત્રના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને સીએનજી આધારિત સ્વચ્છ ટ્રાફિક પ્રણાલીનો પણ લાભ થશે અને  રોજગારની નવી તકો પેદા થશે. 

આ અવસરે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર તથા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતાં. જાહેર ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા નિર્મિત 193 કિલોમીટરની દુર્ગાપુર-બાંકા પાઈપલાઈન ખંડ પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર પાઈપલાઈન વિસ્તાર પ્રોજેક્ટનો ભાગ છે. પ્રધાનમંત્રીએ 17 ફેબ્રુઆરી 2019ના રોજ તેનો શિલાન્યાસ કર્યો હતો. 

Corona Updates: રોકેટ ગતિથી વધી રહ્યો છે કોરોના, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અત્યંત ડરામણા

દુર્ગાપુર-બાંકા ખંડનો હાલ 679 કિલોમીટરના પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર એલપીજી પાઈપલાઈનનો બાંકામાં નવા એલપીજી બોટલિંગ પ્લાન્ટ સુધી વિસ્તાર છે. આ પાઈપલાઈન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારથી પસાર થાય છે. 

હાલ આ લાઈનમાં એલપીજીને આઈઓસીની પારાદીપ અને હલ્દિયા રિફાઈનરીની પાઈપલાઈનમાં નખાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂરો થયા બાદ આ સુવિધા પારાદીપ આયાત ટર્મિનલ અને બરૌની રિફાઈનરીથી પણ ઉપલબ્ધ થશે. 

આ ઉપરાંત મોદીએ આઈઓસીના બાંકાના એલપીજી બોટલિંગ પ્લાન્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ પ્રોજેક્ટથી બિહાર અને ઝારખંડની રસોઈ ગેસની માગણીને પૂરી કરવામાં મદદ મળશે. 

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, AIIMSમાં લીધા છેલ્લા શ્વાસ

આ બોટલિંગ પ્લાન્ટનું નિર્માણ 131.75 કરોડ રૂપિયાના રોકાણથી કરાયું છે. આ પ્લાન્ટ બિહારના ભાગલપુર, બાંકા, જમુઈ, અરરિયા, કિશનગંજ, અને કટિહાર જિલ્લાઓ ઉપરાંત ઝારખંડના ગોડ્ડા, દેવઘર, દુમકા, સાહિબગંજ, તથા પાકુડ જિલ્લાઓની જરૂરિયાતોને પણ પૂરી પાડશે. 

આ સાથે જ મોદીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના પૂર્વ ચંપારણ જિલ્લાના હરસિદ્ધિમાં 1,20,000 ટન વાર્ષિક ક્ષમતાના એલપીજી બોટલિંગ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું. તેનું નિર્માણ 136.4 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. પ્રધાનમંત્રીએ તેનો શિલાન્યાસ 10 એપ્રિલ 2018ના રોજ કર્યો હતો. બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More