Home> India
Advertisement
Prev
Next

ઇટાનગરમાં બોલ્યા PM મોદી- 4 વર્ષમાં અરૂણાચલમાં દરેક પરિવાર સુધી પહોંચી વીજળી

એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ ઇટાનગરમાં એક જનસભાનું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, આજે અરૂણાચલ પ્રદેશમાં 4 હજાર કરોડથી વધારે રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની તક મળી છે.

ઇટાનગરમાં બોલ્યા PM મોદી- 4 વર્ષમાં અરૂણાચલમાં દરેક પરિવાર સુધી પહોંચી વીજળી

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીનો શંખ વગાળતા પહેલા તેમની યાત્રા પર નીકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના અરૂણાચલ પ્રદેશને મોટી ભેટ આપી છે. અહીંયા પર પ્રધાનમંત્રી મોદીએ અરૂણાચલમાં એક સાથે બે એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ ઇટાનગરમાં એક જનસભાનું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, આજે અરૂણાચલ પ્રદેશમાં 4 હજાર કરોડથી વધારે રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની તક મળી છે. કનેક્ટિવિટીતો સુધરશે જ રાજ્યને પાવર સેક્ટરને પણ મજબૂતી મળશે. હેલ્થકેર આરોગ્ય વધુ સારું રહેશે અને અરૂણાચલની સંસ્કૃતિને પણ વધારો મળશે.

વધુમાં વાંચો: શિલાંગમાં CBIના ઓફિસર પહોંચ્યા કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર, થશે પૂછપરછ

દિલોને જોડશે આ પ્રોજેક્ટ: મોદી
હું વારંવાર કહેતો આવ્યો છું કે, ન્યૂ ઇન્ડિયા ત્યારે પોતાન સંપૂર્ણ શક્તિથી વિકસિત થઇ શકશે, જ્યારે પૂર્વ ભારત, નોર્થ ઇસ્ટનો ઝડપી ગતિથી વિકાસ થશે. આ વિકાસ સંસાધનોનો પણ છે અને સંસ્કૃતિનો પણ ચે. આ વિકાસ અલગ અલગ ક્ષેત્રને જોડવાનો પણ છે અને દિલોને પણ જોડવાનો પણ છે.

વધુમાં વાંચો: EDની ઓફિસે પહોંચ્યા રોબર્ટ વાડ્રા, આજે ત્રીજી વખત થશે પૂછપરછ

પીએમ મોદીએ કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસના આ મંત્ર પર ચાલતા, ગત સાડા 4 વર્ષમાં અરૂણાચલ અને ઉત્તર પૂર્વનો વિકાસ માટે ના તો ફંડ ઘટવા દીધુ અને ના તો ઇચ્છાશક્તિ ઘટવા દીધી છે. તેમણે કહ્યું કે આજની યોજનાઓથી અરૂણાચલ પ્રદેશની કનેક્ટિવિટી તો સુધરશે જ સાથે જ રાજ્યના પાવર સેક્ટરને પણ મજબૂતી મળશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More