Home> India
Advertisement
Prev
Next

VIDEO: આખા દેશને જેનો જવાબ જોઇએ છે તે સવાલનો જવાબ ZEE News પર મળશે

વડાપ્રધાન મોદીએ ZEE NEWSને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુંમાં તમામ સવાલોનાં જવાબ નિ:સંકોચ પણે આપ્યા હતા

VIDEO: આખા દેશને જેનો જવાબ જોઇએ છે તે સવાલનો જવાબ ZEE News પર મળશે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)નું પરિણામ આવ્યાનાં બરોબર બે અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદીએ (Zee News)ને ખાસ ઇંટરવ્યું આપ્યો હતો. આ ઇંટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૂંટણી મુદ્દાઓ અને 23 મેનાં દિવસે આવનારા પરિણામ સંબંધિત સવાલોનાં નિસંકોચ જવાપ આપ્યા. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, 23 મે બાદ શું થશે, તો તેમણે કહ્યું કે તે તો દેશની જનતા અને ઇવીએમ પણ કહેશે. 

નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક

VIDEO: રમઝાનનો વાઇરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમારી આંખો છલકાઇ જશે...

Zee News ના એડિટર સુધીર ચૌધરી સાથેના આ શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, 23 મેનાં રોજ દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ 2014ની તુલનાએ વધારે સીટો મેળવશે. આ સમગ્ર ઇન્ટરવ્યુંને ZEE News પર આજે રાતેર 8 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. 

દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ ચૂંટણી પ્રચારમાં ઉઠાવવા અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ સવાલોનાં જવાબ આપતા કહ્યું કે, રાહુલ ગાંધીના ઇંટરવ્યુંનો હવાલો ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, નામદારે કહ્યું કે, અમારી તરફથી અમારી રણનીતિ છે કે અમે વડાપ્રધાનની છબી ખરાબ કરીશું. આ તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારી છબી કોઇએ બનાવી નથી. હું 45 વર્ષ સુધી તપ કર્યા બાદ આ બધુ પ્રાપ્ત કર્યું છે. રાજીવ ગાંધીની આસપાસ જે પણ લોકો હતા તેમણે તેમની મિસ્ટર ક્લીનની છબી બનાવી હતી, મારી પાસે એવા લોકો નથી. 

PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

મોદી લહેરથી બચવા તમામ વિપક્ષ એક થઇ ગયું છે
વડાપ્રધાને કહ્યું કે, મોદી લહેરથી બચવા માટે જ વિપક્ષી દળ એક બીજાનો હાથ પકડી રહ્યું છે જેથી તેઓ ઉડી ન જાય. મમતા બેનર્જી દ્વારા મોદીને વડાપ્રધાન માનવાનો ઇન્કાર કરવા અંગે તેમણે કહ્યું કે આ સંવૈધાનિક ખતરો છે મમતા બેનર્જી પાકિસ્તાનનાં વડાપ્રધાનને વડાપ્રધાન માને છે પરંતુ ભારતનાં વડાપ્રધાનને માનવા તૈયાર નથી. આ તેમના સંવિધાન પર અવિશ્વાસની અભિવ્યક્તિ છે. 

લાલુનો વ્યંગ, 'નીતીશ કુમાર ભુલી ગયા બાબુ જગજીવન રામનો સંદેશ'

ZEE Newsના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી દ્વારા વડાપ્રધાન મોદીને અનેક સવાલો પુછવામાં આવ્યા હતા આ ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ખુબ જ મુક્તપણે દરેકનાં જવાબ આપ્યા હતા. આ ઇન્ટરવ્યું આજે રાત્રે 8 વાગ્યે Zee News પર પ્રસારિત કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More