Home> India
Advertisement
Prev
Next

Special Coin: PM મોદીએ 1, 2, 5, 10 અને 20 ના નવા સિક્કા બહાર પાડ્યા, ખાસ જાણો તેની ખાસિયતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા લોન્ચ કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ જન સમર્થન પોર્ટલનો પણ શુભારંભ કર્યો. 

Special Coin: PM મોદીએ 1, 2, 5, 10 અને 20 ના નવા સિક્કા બહાર પાડ્યા, ખાસ જાણો તેની ખાસિયતો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા લોન્ચ કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ જન સમર્થન પોર્ટલનો પણ શુભારંભ કર્યો. 

Iconic Week Celebrationનું ઉદ્ધાટન, સિક્કા લોન્ચ કર્યા
પીએમ મોદીએ આજે સવારે નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મામલાના મંત્રાલયના પ્રતિષ્ઠિત Iconic Week Celebration નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની ખાસ શ્રેણી પણ લોન્ચ કરી. સિક્કા લોન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ નવા સિક્કા દેશના લોકોને સતત અમૃતકાળના લક્ષ્યની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન માટે પ્રેરિત કરશે. 

ખુબ જ ખાસ છે આ સિક્કા
અત્રે જણાવવાનું કે આ સિક્કા ખુબ જ ખાસ છે કારણ કે આ સ્પેશિયલ સિરીઝના સિક્કાને નેત્રહીન પણ સરળતાથી ઓળખી શકશે. પીએમઓ દ્વારા આ જાણકારી શેર કરવામાં આવી હતી. આ સિક્કા ઓ પર AKAM નો લોગો હશે. પીએમઓના નિવેદનમાં કહેવાયું કે સિક્કાની આ સ્પેશિયલ સિરીઝમાં AKAM ના લોગોની થીમ હશે અને દ્રષ્ટિહીન વ્યક્તિઓ પણ સરળતાથી ઓળખી શકશે.

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો દ્વારા પોતાની એક લેગસી બનાવી છે. એક સારી સફર કરી છે. તમે બધા આ વારસાનો ભાગ છો. દેશના નાગરિકોના જીવનને સરળ બનાવવાનું હોય કે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની હોય, છેલ્લા 75 વર્ષમાં અનેક સાથીઓએ તેમાં ખુબ યોગદાન આપ્યું. આજે અહીં રૂપિયાની ગૌરવશાળી યાત્રાને પણ દેખાડવામાં આવી. આ સફરથી પરિચિત કરાવનારા ડિજિટલ પ્રદર્શનની પણ શરૂઆત થઈ અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આઝાદીનો આ અમૃત મહોત્સવ ફક્ત 75 વર્ષનો ઉત્સવ માત્ર નથી, પરંતુ આઝાદીના નાયક, નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપના જોયા હતા, તે સપનાને પૂરા કરવા, તે સપનામાં નવું સામર્થ્ય ભરવું અને નવા સંકલ્પોને લઈને આગળ વધવાની પળ છે. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેણે પણ ભાગ લીધો તેમણે આ આંદોલનમાં નવા ડાયમેન્શનને જોડ્યા અને તેની ઉર્જા વધારી. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે પણ છેલ્લા આઠ વર્ષમાં અલગ અલગ ડાયમેન્શન પર કામ કર્યું છે. આ દરમિયાન દેશમાં જે જનભાગીદારી વધી અને તેમણે દેશના વિકાસને ગતિ આપી, દેશના ગરીબથી ગરીબ નાગરિકને સશક્ત બનાવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન ગરીબને સન્માનથી જીવવાની તક આપી. પાકા ઘર, વીજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓએ ગરીબોની ગરીમા અને સુવિધા વધારી. કોરોનાકાળમાં મફત રાશન યોજનાએ 80 કરોડથી વધુ દેશવાસીઓને ભૂખની આશંકામાંથી મુક્તિ અપાવી. 

પોર્ટલ લોન્ચ કરવાનું જણાવ્યું કારણ
તેમણે કહ્યું કે આજે 21મી સદીનું ભારત પીપલ સેન્ટ્રિક ગવર્નન્સ અપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે. આ જનતા જ છે જેણે આપણને સેવા માટે અહીં મોકલ્યા છે. આથી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે કે અમે સ્વયં જનતા સુધી પહોંચીએ. દરેક મળવાપાત્ર વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાની જવાબદારી અમારા પર છે. અલગ અલગ મંત્રાલયોની અલગ અલગ વેબસાઈટોના ચક્કર કાપવા તેનાથી સારું એ કે ભારત સરકારના એક પોર્ટલ સુધી પહોંચો અને તે સમસ્યાનું સમાધાન થાય. આજે એ જ લક્ષ્ય સાથે જન સમર્થ પોર્ટલ લોન્ચ કરાયું છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશે જે રિફોર્મ કર્યા છે તેમાં મોટી પ્રાથમિકતા એ વાતને પણ અપાઈ કે આપણા દેશના યુવાઓને પોતાનું સામર્થ્ય દેખાડવાની પૂરેપૂરી તક મળે. આપણા યુવા પોતાની મનમરજીથી સરળતાથી કંપની ખોલી શકે, તેઓ પોતાના વેપાર સરળતાથી કરી શકે. રિફોર્મ એટલે સુધારની સાથે સાથે અમે જે વાત પર ફોકસ કર્યું તે સરળીકરણ છે. કેન્દ્ર અને રાજ્યના અનેક ટેક્સની જાળની જગ્યાએ હવે GST એ લીધી છે. આ સરળીકરણનું પરિણામ પણ દેશ જોઈ રહ્યો છે. હવે દર મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર જવુ સામાન્ય થઈ ગયું છે. 

પયગંબર પર વિવાદિત ટિપ્પણીને પગલે અનેક ઈસ્લામિક દેશોએ જતાવ્યો વિરોધ, ઉઠાવ્યું આ પગલું

Uttarkashi Bus Accident: ખીણમાં પડતા જ બસના ફૂરચા ઉડી ગયા, અંધારામાં ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, 26 લોકોના મોત

કોરોના અને મંકીપોક્સ બાદ હવે આ વાયરસનું તોળાઈ રહ્યું છે જોખમ, તેના લક્ષણો ખાસ જાણો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More