Home> India
Advertisement
Prev
Next

SCO Summit: પીએમ મોદી ઉઝ્બેકિસ્તાન માટે રવાના, આ નેતાઓ સાથે કરશે મુલાકાત

Uzbekistan SCO Summit: ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં એસસીઓ સમિટનું આયોજન થઈ રહ્યું છે. ઉઝબેકિસ્તાન એસસીઓનું વર્તમાન અધ્યક્ષ છે. 

SCO Summit: પીએમ મોદી ઉઝ્બેકિસ્તાન માટે રવાના, આ નેતાઓ સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ PM Modi Uzbekistan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉઝ્બેકિસ્તાન માટે રવાના થઈ ગયા છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના નિમંત્રણ પર પીએમ મોદી એસસીઓ (SCO) ના રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં ભાગ લેવા માટે 15-16 સપ્ટેમ્બરે સમરકંદ (Samarkand) માં હશે. શંઘાઈ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે સમરકંદ રવાના થતા પહેલા પીએમ મોદીએ ગુરૂવારે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે તે સમૂદની અંદર વર્તમાન મુદ્દા, વિસ્તાર અને સહયોગને આગળ વધારવા વિશે વિચારોનું આદાન-પ્રદાન કરવાને લઈને ઉત્સુક છે. 

પ્રધાનમંત્રી મોદી શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાની નેતા ઇબ્રાહિમ રઈસી સહિત અન્ય નેતાઓ સાથે એસસીઓના વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે. પ્રધાનમંત્રી ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવના નિમંત્રણ પર ત્યાંનો પ્રવાસ કરી રહ્યાં છે. ઉઝબેકિસ્તાન એસસીઓનું વર્તમાન અધ્યક્ષ છે. 

આ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત
એસસીઓ સમિટમાં પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય પીએમ મોદી ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય બેઠક અને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઈ દ્વિપક્ષીય બેઠક કે મુલાકાત અને પાકિસ્તાનના પીએમ શરીફને મળવા પર હજુ સુધી વિદેશ મંત્રાલયે કોઈ માહિતી આપી નથી.

શુક્રવાર 16 સપ્ટેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 10 કલાક બાદ એસસીઓ સભ્ય દેશોના પ્રમુખોની બેઠક થશે. પીએમ મોદીનો સમરકંદ પ્રવાસ આશરે 24 કલાકથી ઓછા સમયનો હશે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરે રાત્રે દિલ્હી પરત ફરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More