Home> India
Advertisement
Prev
Next

કૃષિ બિલ : PM મોદીએ કહ્યું-'આ બિલ ખેડૂતો માટે રક્ષાકવચ, MSPનો લાભ મળતો રહેશે'

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી દોહરાવ્યું કે આ બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર તો 'ખેડૂતોને દગો' કરી રહ્યા છે. 

કૃષિ બિલ : PM મોદીએ કહ્યું-'આ બિલ ખેડૂતો માટે રક્ષાકવચ, MSPનો લાભ મળતો રહેશે'

નવી દિલ્હી: કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે લાવવામાં આવેલા કેટલાક બિલો (Agriculture Bill ) પર ખુબ હોબાળો મચી ગયો છે. કેન્દ્ર સરકારમાં શિરોમણી અકાલી દળના કોટાથી મંત્રી બનેલા હરસિમરત કૌર બાદલે બિલના વિરોધમાં રાજીનામું પણ ધરી દીધુ. પંજાબ અને હરિયાણામાં ઠેર ઠેર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. વિપક્ષી દળો પણ સરકાર પર બજારોને ખતમ રકવાના અને ખેડૂતો માટે મુસિબતો વધારવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ફરીથી દોહરાવ્યું કે આ બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર તો 'ખેડૂતોને દગો' કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે જે વચેટિયા હોય છે, તેઓ ખેડૂતોની  કમાણીનો મોટો ભાગ પોતે રાખી લે છે અને તેમને આ વચેટિયાઓથી બચાવવા માટે આ બિલ લાવવા ખુબ જરૂરી હતા. આ બિલ ખેડૂતો માટે રક્ષા કવચ બનીને આવ્યા છે. 

ભાજપના વિજયનો 'સેતુ'!, ચૂંટણી કાળમાં PM મોદીએ બિહારને ફરીથી આપી મોટી ભેટ 

'કૃષિ બિલોથી ખેડૂતોના બંધન ખુલ્યા'
બિહારના કોસીમાં રેલ પુલનું ઓનલાઈન ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે 'કાલે વિશ્વકર્મા જયંતીના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પાસ થયા. આ બિલોએ આપણા અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી છે. તેમને આઝાદ કર્યા છે. આ સુધારાઓથી ખેડૂતોને પોતાનો પાક વેચવામાં વધુ વિકલ્પ મળશે અને વધુ તકો મળશે.'

આખરે કૃષિ બિલ અંગે ખેડૂતો કેમ આટલા ચિંતાતૂર છે? સાથે જાણો સરકારના તર્ક અને જવાબ

વિરોધ કરનારા ચૂંટણી વાયદા ભૂલી ગયા
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 'ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે મોટી મોટી વાતો કરતા હતાં, લેખિતમાં કરતા હતાં, પોતાના ઘોષણાપત્રમાં નાખતા હતાં અને ચૂંટણી બાદ ભૂલી જતા હતાં. અને આજે જ્યારે એ જ ચીજો એનડીએ સરકાર કરી રહી છે, ખેડૂતોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે, તો તેઓ જાત જાતના ભ્રમ ફેલાવી રહ્યા છે. જે APMC એક્ટને લઈને આવ્યા હતાં તેઓ હવે રાજનીતિ કરે છે, એગ્રીકલ્ચર માર્કેટની જોગવાઈઓમાં ફેરફારનો વિરોધ કરે છે. તે ફેરફારની વાત આ લોકોએ પોતાના ઘોષણાપત્રમાં પણ લખી હતી પરંતુ હવે જ્યારે એનડીએ સરકારે આ ફેરફાર કર્યો તો તેઓ તેના વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે.'

થઈ રહ્યો છે દુષ્પ્રચાર
પીએમ મોદીએ કહ્યું કે એવો દુષ્પ્રચાર થઈ રહ્યો છે કે સરકાર દ્વારા ખેડૂતોને MSPનો લાભ અપાશે નહીં. એવી વાતો થઈ રહી છે કે ખેડૂતો પાસેથી સરકાર ઘઉ, અન્ય અનાજની ખરીદી કરશે નહીં. આ હળાહળ જૂઠ્ઠાણું છે, ખોટું છે, ખેડૂતો સાથે દગો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને MSPના માધ્યમથી યોગ્ય મૂલ્ય અપાવવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા પણ હતાં અને આજે પણ છીએ અને આગળ પણ રહીશું. સરકારી ખરીદી પણ પહેલાની જેમ ચાલુ રહેશે. 

ખેડૂતો પોતાની રીતે પાક વેચી શકશે
પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદનો, દુનિયામાં ગમે ત્યાં વેચી શકે છે. જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે. પરંતુ માત્ર ખેડૂતો ભાઈ બહેનોને જ આ અધિકારથી વંછિત રાખવામાં આવ્યા હતાં. હવે નવી જોગવાઈઓ લાગુ થવાના કારણે ખેડૂતો પોતાનો પાક દેશના કોઈ પણ બજારમાં, પોતાની મનગમતી કિંમતે વેચી શકશે. 

તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતો માટે એનડીએના શાસનમાં છેલ્લા 6 વર્ષમાં જેટલું કામ થુયં તેટલું પહેલા ક્યારેય થયું નથી. ખેડૂતોને થનારી એક એક પરેશાનીને સમજતા, મુશ્કેલીને દૂર કરવા માટે અમારી સરકારે સતત પ્રયત્નો કર્યા છે. 

જુઓ VIDEO

સ્પષ્ટ સંદેશ
પીએમ મોદીએ કહ્યું કે હું આજે દેશના ખેડૂતોને નમ્રતાપૂર્વક એક સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે તમે કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન પડો. આ લોકોથી દેશના ખેડૂતોએ સતર્ક રહેવાનું છે. જેમણે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું અને આજે જે ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે તેવા લોકોથી સાવધાન રહો. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લોકો ખેડૂતોની રક્ષાનો ઢંઢેરો પીટી રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ ખેડૂતોને અનેક બંધનોમાં જકડી રાખવા માંગે છે. તેઓ વચેટીયાઓને સાથ આપે છે, તે લોકો ખેડૂતોની કમાણીને વચમાં લૂંટનારાઓનો સાથ આપી રહ્યા છે. આ દેશની જરૂરિયાત છે અને સમયની માગણી છે. ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, રાષ્ટ્રના નિર્માણમાં બધાને સશક્ત કરવા એ અમારી જવાબદારી છે. આજે જેટલા પણ પ્રોજેક્ટ્સ શરૂ કરાયા છે તે બધા આ જવાબદારીનો ભાગ છે. 

વધુમાં તેમણે કહ્યું કે 'ખેડૂતોને પોતાની ઉપજ દેશમાં ગમે ત્યાં, કોઈને પણ વેચવાની આઝાદી આપવી, ખુબ ઐતિહાસિક પગલું છે. 21મી સદીમાં ભારતના ખેડૂતો બંધનોમાં નહીં, ખુલીને ખેતી કરશે. જ્યાં મન થશે ત્યાં પોતાનો પાક વેચશે. કોઈ પણ વચેટિયાના ભરોસે રહેશે નહીં અને પોતાની ઉપજ, પોતાની આવક પણ વધારશે.'

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More