Home> India
Advertisement
Prev
Next

Cabinet Meeting: દેશમાં બે લાખ સહકારી મંડળીઓ બનશે; વાઈબ્રન્ટ વિલેજ યોજનાને પણ લીલીઝંડી

Modi Cabinet Meeting Decision Today: પ્રેસ બ્રીફિંગ દરમિયાન કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ નામની યોજનાને પણ મંજૂરી આપી છે. 

Cabinet Meeting: દેશમાં બે લાખ સહકારી મંડળીઓ બનશે; વાઈબ્રન્ટ વિલેજ યોજનાને પણ લીલીઝંડી

Cabinet Meeting Decision: આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે દેશમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને તેની પહોંચ વધારવા માટે મંજૂરી આપી છે. ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે આગામી પાંચ વર્ષમાં લગભગ બે લાખ બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી સંસ્થાઓ સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે.

વાઇબ્રન્ટ વિલેજ યોજના મંજૂર
પ્રેસ બ્રીફિંગ દરમિયાન કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ નામની યોજનાને પણ મંજૂરી આપી છે. આ કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, જે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 માટે ચલાવવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર દ્વારા લગભગ 4800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Oops Moment નો શિકાર બની હતી 'નેશનલ ક્રશ'! છુપાના ભી નહી આતા...દિખાના ભી નહી આતા..
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર

ITBPની 7 નવી બટાલિયનની સ્થાપના કરવામાં આવશે
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 7 નવી ITBP બટાલિયન અને ઓપરેશનલ બેઝની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. નવા સ્થપાયેલા એકમોમાં લગભગ 9400 જવાનોની નિમણૂક કરવામાં આવશે. જેના ખભા પર ભારત-ચીન સરહદની સુરક્ષાની જવાબદારી હશે.

આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More