Home> India
Advertisement
Prev
Next

LIVE: મ્હાતનું મંથન કરવા માટે ભાજપના સંસદીય દળની બેઠક, પહોંચ્યા શાહ-મોદી

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પરાજય થયા બાદ ભાજપ મોવડી મંડળ ચિંતિત થયું છે. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભામાં પરાજય બાદ ભારતીય જનતા પાર્ટીમાં મંથન ચાલુ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઇ છે. 

LIVE: મ્હાતનું મંથન કરવા માટે ભાજપના સંસદીય દળની બેઠક, પહોંચ્યા શાહ-મોદી

નવી દિલ્હી : ત્રણેય રાજ્યમાં પરાજય બાદ ભારતીય જનતા પાર્ટીમાં મંથન ચાલુ થઇ ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઇ છે. પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ સાંસદો બેઠકમાં હાજર છે. તેમાં સંસદ સત્રની રણનીતિ અંગે પણ ચર્ચા થશે. વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી બેઠક માટે પહોંચી ચુક્યા છે. 

બેઠકનાં તમામ મુદ્દાઓ પર ચર્ચા તો થશે જ પરંતુ સૌની નજર તે વાત પર હશે કે બેઠકમાં વડાપ્રધાન મોદી ચૂંટણીના પરાજય પર પોતાનાં સાસદોને શું સંદેશ આપે છે. જણાવાઇ રહ્યું છે કે તેઓ પોતાના સાંસદોને પરાજયનો ગમ ભુલીને ભવિષ્યમાં 2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરવી જોઇએ. આ ઉપરાંત તેઓ કેટલાક મહત્વનાં મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન એવા સમયે પાર્ટી સાંસદોને સંબોધિત કરવાનાં છે જ્યારે ભાજપને 2014માં સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર પોતાના ગઢ ગણાતા રાજ્યોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.ભાજપને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સામે પરાજય સહન કરવો પડ્યો છે. તેલંગાણામાં મજબુત પક્ષ તરીકે ભરેલ બાજપનાં પ્રયાસોનું પરિણામ પણ આવી શક્યું નથી. જ્યાં તેને એક સીટથી જ સંતોષ મનાવવો પડ્યો છે. ત્યાં અગાઉ તેની પાંચ સીટો હતી.

ભાજપને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનાં હાથે પરાજયનો સામનો કરવો પડ્યો છે. જ્યાં એક તરફ તે સત્તામાં હતી. તેલંગાણામાં મજબુત શક્તિ સ્વરૂપે ઉભરવા ભાજપનાં પ્રયાસોનું પરિણામને ઝટકો લાગ્યો છે.જો કે ભાજપ પોતાની અગાઉની ચૂંટણીમાં જીતેલી 5 સીટો પણ ગુમાવવાનો વારો આવ્યો હતો અને આ ચૂંટણીમાં 1 સીટથી જ સંતોષ માનવો પડ્યો હતો. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More