Home> India
Advertisement
Prev
Next

અલીગઢમાં PM મોદીનું કોંગ્રેસ પર નિશાન, 'કેટલાક લોકોનો હવે નારો છે- સૌથી પહેલા પરિવાર'

લોકસભા ચૂંટણી 2019માં અલીગઢમાં ચૂંટણી રેલી સંબોધી રહેલા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશાં બાબાસાહેબનું અપમાન કર્યું છે 

અલીગઢમાં PM મોદીનું કોંગ્રેસ પર નિશાન, 'કેટલાક લોકોનો હવે નારો છે- સૌથી પહેલા પરિવાર'

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે રવિવારે પીએમ મોદીએ અલીગઢમાં રેલી યોજી હતી. અહીં તેમણે વિરોધ પક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આંબેડકર જયંતીના પ્રસંગે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે હંમેસાં બાબા સાહેબનું અપમાન કર્યું છે. ઉત્તર પ્રદેશને રાજનીતિનો એ યુગપણ જોયો છે, જ્યારે બાબા સાહેબના જણાવેલા માર્ગ પર ચાલવાની વાત કરતા-કરતા તેમને દગો આપ્યો છે. 

કેટલાક લોકોની રાજનીતિ બદલવાની હતી, પરંતુ તેમણે પણ પોતાનો નારો બનાવી લીધો કે, સૌથી પહેલા પરિવાર અને સગા. પીએમ મોદીએ અલીગઢમાં જણાવ્યું કે, પોતાના સ્વાર્થ માટે આવા લોકો પશ્ચિમ ઉત્તરપ્રદેશના લોકોની તમામ મુશ્કેલીઓને ભુલાવી દીધી છે. પશ્ચિમ યુપીમાં કેટલું મોટું પાપ થયું છે, તેનો આખો દેશ સાક્ષી છે. 

મોદીએ જણાવ્યું કે, આ બાબા સાહેબના સંવિધાનની તાકાક છે કે આજે વંચિત, શોષિત સમાજમાંથી બહાર આવીને દેશના રાષ્ટ્રપતિ પદ પર એક સજ્જન બેટા છે. ગામ અને ખેડૂત પરિવારમાંથી આવેલો વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ પર બેઠો છે. આ બાબ સાહેબના સંવિધાનની જ કૃપા છે કે વડાપ્રધાન પદે આજે એક ચાવાળો બેઠો છે. 

રાહુલ ગુજરાતમાં વિધાનસભાની જેમ ચૂંટણી પ્રચાર કરશે, બહેન પ્રિયંકા આપશે સાથ

મોદીએ કહ્યું કે, "અમે બાબાસાહેબના જણાવેલા રસ્તા પર ચાલવાનું કામ કર્યું છે. સાથે જ તેમણે દેશના ઈતિહાસમાં એ સન્માન આપવાનો પણ પ્રયાસ કર્યો છે, જેને તાઓ હકદાર હતા. બાબાસાહેબ સાથે જોડાયેલા 5 સ્થળોને અમારી સરકાર પંચતીર્થ સ્વરૂપમાં વિકસિત કરી રહી છે."

વડાપ્રધાને જણાવ્યું કે, આતંકવાદ દૂર કરવો, ભ્રષ્ટાચાર નાબૂદ કરવો, ગરીબી દૂર કરવી એ મોદીનું મિશન છે. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More