Home> India
Advertisement
Prev
Next

PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં આવી ગયા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ રિલીઝ કર્યો 13મો હપ્તો

PM Kisan Yojana 13th Installment: દેશભરમાં કરોડો કિસાનોને હોળી પહેલા ભેટ મળી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો રિલીઝ કર્યો છે. આ યોજના હેઠળ 8 કરોડથી વધુ કિસાનોના ખાતામાં 2 હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર થયા છે. 

PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં આવી ગયા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ રિલીઝ કર્યો 13મો હપ્તો

નવી દિલ્હીઃ pmkisan.gov.in, PM Kisan Samman Sammelan Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) નો 13મો હપ્તો આજે (સોમવાર) 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરી દીધો છે.  જેમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પહોંચી ગયા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ 16,800 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી છે.  તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મે અને ઓક્ટોબરમાં આ યોજના હેઠળ 11મો અને 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો.

PM Kisan Yojana નો 13મો હપ્તો રિલીઝ
હોળી પહેલાં 8 કરોડથી વધુ કિસાનોને સરકારે ભેટ આપી છે. પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ જારી કરી દેવામાં આવ્યો છે. કિસાનોના ખાતામાં આ રકમ ડીબીટી માધ્યમથી મોકલવામાં આવી છે. કુલ 8 કરોડથી વધુ કિસાનોના ખાતામાં 16 હજાર કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 

PM Kisan Yojana: ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી યોજના
પીએમ કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે, એટલે કે કુલ 6000 રૂપિયા. 12મો હપ્તો 17મી ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. તેની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ થઈ હતી. પીએમ-કિસાનની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.

આ પણ વાંચોઃ 1 March New Rules: 1 માર્ચથી બદલાશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર, જાણો

દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારો પીએમ કિસાન હેઠળ પાત્ર છે, અમુક બાકાત માપદંડોને આધીન અત્યાર સુધીમાં, 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 2.25 લાખ કરોડથી વધુ ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું છે, મુખ્યત્વે નાના અને સીમાંત.  ઉલ્લેખનીય છે કે, કોવિડ લોકડાઉન દરમિયાન આ ખેડૂતોને ટેકો આપવા માટે ₹ ૧.૭૫ લાખ કરોડ બહુવિધ હપ્તાઓમાં વહેંચવામાં આવ્યા હતા.  આ યોજનાએ ત્રણ કરોડથી વધુ મહિલા લાભાર્થીઓને પણ લાભ આપ્યો છે જેમણે સામૂહિક રીતે રૂ.  53,600 કરોડનું ભંડોળ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More