Home> India
Advertisement
Prev
Next

મારી તથા મારા પુત્રની હત્યાનું કાવત્રું રચાઇ રહ્યું છે: પંજાબના પૂર્વ મુખ્યમંત્રીનો આરોપ

ફરીદકોટ શહેરમાં શિરોમણી અકાલી દળ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, હાઇકોર્ટની મંજૂરી બાદ રેલી આયોજીત કરવામાં આવી

મારી તથા મારા પુત્રની હત્યાનું કાવત્રું રચાઇ રહ્યું છે: પંજાબના પૂર્વ મુખ્યમંત્રીનો આરોપ

ચંડીગઢ : પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે રાજ્યની કેપ્ટન સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે એક રેલીમાં કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો કે સરકાર તેમની અને તેના પુત્રની હત્યાનું કાવત્રું રચી રહી છે. તેમણે કહ્યું કે, જો કે તેઓ આ પ્રકારની કોઇ પણ કાવત્રાથી ગભરાઇને તેઓ પાછળ હટવાનાં નથી. જો પંજાબના હિતમાં તેમણે બલિદાન પણ આપવું પડે તો તેઓ તેનાં માટે તૈયાર છે. 

રાજ્યની કોંગ્રેસ સરકાર પર અતિવાદી તત્વોને હવા આપી રહી હોવાનાં આરોપ લગાવતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે કહ્યું કે તેમનાં તથા તેમના પુત્ર સુખબીર બાદલની હત્યાનું કાવત્રું રચી રહી છે.ચંડીગઢથી આશરે 230 કિલોમીટર દુર ફરીદકોટ શહેરમાં શિરોમણી અકાલી દળ ની જબર વિરોધી રેલીમાં બાદલે કહ્યું કે, મને પોલીસ દ્વારા મારી તથા મારી પુત્રીની હત્યાના કાવત્રા અંગે માહિતી આપવામાં આવી છે. જો કે અમે ન તો અન્યને ભયભીત કરીએ છીએ અને ન તો અમે આ પ્રકારનાં રિપોર્ટની ધમકીથી ભયભીત થવા જઇ રહ્યા છે. 

બાદલે કહ્યું કે, હું પોતાના તથા મારા પુત્ર સુખબીર (શિરોમણી અકાલી દળ પ્રમુખ)ના રાજ્યમાં શાંતિ તથા સામુદાયીક સૌહાર્દ માટે બલિદાન આપવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, ખાલસા પંથ શાંતિ, સામુદાયિક સૌહાર્દ તથા 'सरबत दा भला' માટે બલિદાનનું ઇતિહાસ રચી રહ્યું છે. આ રેલી મુખ્યમંત્રી અમરિંદરસિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર સાથે ગતિરોધ વચ્ચે આયોજીત કરવામાં આવી છે. તે અગાઉ અમરિંદરસિંહે શિરોમણી અકાલી દળને રેલી માટે પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટ શનિવારે શિઅદને રેલીની પરવાનગી આપી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More