Home> India
Advertisement
Prev
Next

ફ્રાન્સમાં ફસાયેલા 276 મુસાફરો પરત ભારત ફર્યા, કેટલાક પરત આવવાનો કર્યો ઈન્કાર

Indians Stuck At France Airport : 303 મુસાફરોમાંથી 276 મુસાફરો ભારત પાછા ફર્યા, જાણો કેમ બાકીના મુસાફરો પરત ન આવ્યા

ફ્રાન્સમાં ફસાયેલા 276 મુસાફરો પરત ભારત ફર્યા, કેટલાક પરત આવવાનો કર્યો ઈન્કાર

France Flight Case : ફ્રાન્સમાં રોકવામાં આવેલી ભારતીયો સાથેની ફ્લાઈટ ભારત પહોંચી છે. વહેલી સવારે ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પહોંચતા મોટી રાહત થઈ હતી. ફ્લાઈટને હ્યુમન ટ્રાફિકિંગની આશંકાએ ફ્રાન્સ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. આજે ફ્લાઈટ યાત્રિકોને લઈને મુંબઈ એરપોર્ટ લેન્ડ થઈ છે. આ ફ્લાઈટમાં 96 ગુજરાતીઓ સવાર હતા, જેઓ ગેરકાયદેસર અમેરિકા જવા નીકળ્યા હતા. જોકે, કુલ 303 માંથી 275 જેટલા યાત્રીઓ જ ભારત પાછા આવ્યા છે. બાકીના ફ્રાન્સમાં રોકાઈ ગયા છે. 

સવારે પહોંચી ફ્લાઈટ
ફ્રાંસમાં રોકવામાં આવેલી ભારતીયો સાથેની ફ્લાઈટ મુંબઈ પહોંચી છે. હાલ મુંબઈ એરપોર્ટ પર તમામની ઈમિગ્રેશનની કામગીરી ચાલી રહી છે. 303 માંથી 275 જેટલા યાત્રિઓ ભારત પાછા આવ્યા છે. ભારતીયને લઈને A340 વિમાન સવારે ચાર વાગ્યે આસપાસ મુંબઈ પહોંચી હતી. વિમાનને સ્થાનિક સમય અનુસાર રાતે અઢી વાગ્યે વેત્રી એરપોર્ટથી ઉડાન ભરી હતી. જે મુસાફરો ફ્રાન્સમાં રોકાવા માંગે છે તેઓને આજે ફ્રાન્સ કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા, જેમને મુક્ત કરવામાં આવ્યા છે. 

બહેરા સાપનું મદારી સામે નાચવાનું રહસ્ય : ફિલ્મોમાં તો ખોટું બતાવે છે, આ છે અસલી કારણ

ફ્રાન્સમાં રોકાયા શરણાર્થી
ફ્રાન્સ મીડિયા પાસેથી મળતી માહિતી અનુસાર, કેટલાક મુસાફરો વતન પરત ફરવા માંગતા નથી. તેઓએ સોમવારે સવારે વિમાનમાં ચઢવાનો ઈન્કાર ક્રયો હતો. મીડિયાએ જણાવ્યું કે, કેટલાક મુસાફરો પરત આવવા નાખુશ હતા, કારણ કે, તેઓ પોતાના પ્લાનિંગ અનુસાર, નુકારાગુઆ આગળ જવા માટે તૈયાર છે. મુસાફરોમાં 21 મહિનાનું એક બાળક ને 11 વર્ષનો કિશોર સામેલ છે. જેમની હાલ ફ્રાન્સ સરકાર સારસંભાળ રાખી રહી છે. 
 
કેટલાકે ફ્રાન્સમાં શરણ માંગ્યું 
 276 મુસાફરો (મોટાભાગે ભારતીયો)ને લઈને જતી આ ફ્લાઈટ 4 દિવસ સુધી અટવાઈ રહી પછી આખરે આજે મુંબઈ પહોંચી ગઈ છે. રોમાનિયન કંપનીનું આ વિમાન સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 કલાકે વાત્રી એરપોર્ટથી રવાના થયું હતું અને આજે વહેલી સવારે 4 વાગ્યે મુંબઈ પહોંચ્યું હતું. ગેરકાયદે જઈ રહેલા 276 ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું છે, જેમાં 2 સગીર બાળકો સાથે 25 લોકોએ ફ્રાન્સમાં શરણ માંગ્યુ છે જે મુદ્દે ફ્રાંસમાં 2 લોકોને જજ સમક્ષ રજૂ કરી સાક્ષી પણ બનાવાયા છે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 2024 ની શરૂઆત વરસાદ સાથે થશે, એ પણ કરા સાથે

ફ્રાન્સ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા 
ફ્રાન્સની રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કારી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ મોટાભાગના મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે. અંદાજિત 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે.  આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. 

મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ

ફ્લાઇટમાં હાજર લોકોમાંથી ત્રીજા ભાગના લોકો ગુજરાતના 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનમાં લગભગ એક તૃતીયાંશ લોકો ગુજરાતના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રેન્કની વેટ્રીમાં અટકાયત કરાયેલા 303 મુસાફરોમાંથી 96 લોકો ગુજરાતના છે. આ કેસમાં ગુજરાત ટ્રાફિકિંગના સાગરીત શશી કિરણ રેડ્ડી સાથે કનેક્શન છે. પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે. ત્યારે હવે ફ્રાન્સના એરપોર્ટથી નામ ખૂલશે તો જ સત્ય બહાર આવશે. 

ફ્રાન્સ ફ્લાઇટ કેસના તાર હવે ગુજરાત ટ્રાફિકિંગ કેસના મુખ્ય સૂત્રધાર શશી કિરણ રેડ્ડી સાથે જોડાયેલા છે, જેને ગુજરાત પોલીસ દ્વારા 2022માં પુરાવાના અભાવે છોડી દીધો હતો.

માથા પર લાગેલું કલંક ધોઈ કચ્છી ખેડૂતોએ કમાલ કરી, નર્મદાના પાણીથી અનોખી ખેતી કરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More