Home> India
Advertisement
Prev
Next

દિલ્હી એરપોર્ટથી ટેકઓફ કરતા કંધાર જઈ રહેલું વિમાન ''હાઇજેક', પાટલોટથી થઈ મોટી ભૂલ

સૂત્રો પ્રમાણે તપાસ પૂર્ણ કર્યા બાદ એરિયાના અફગાન એરલાયન્સની આ ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી. તેમાં લગભગ બે કલાક મોડું થયું હતું.

 દિલ્હી એરપોર્ટથી ટેકઓફ કરતા કંધાર જઈ રહેલું વિમાન ''હાઇજેક', પાટલોટથી થઈ મોટી ભૂલ

નવી દિલ્હીઃ કંધાર જઈ રહેલા એક વિમાનના પાયલોટે શનિવારે દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ સમયે ભૂલથી હાઈજેકનું બટન દવાવી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ખ્યાલ આવ્યો કે, પાટલોટથી આ ભૂલ ટેકઓફ પહેલા વિમાનને ટેક્સી કરીને રનવે પર લાવવા દરમિયાન થઈ હતી. 

સૂત્રો પ્રમાણે તપાસ પૂર્ણ કર્યા બાદ એરિયાના અફગાન એરલાયન્સની આ ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી. તેમાં લગભગ બે કલાક મોડું થયું હતું. પરંતુ આ વિશે તત્કાલ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું કે, હાઈજેકનું બટન દબાઈ જવાથી તમામ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. સમાચાર એજન્સી ભાષા પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ની એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ સહિત તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. 

તેમણે કહ્યું કે, એનએસજી કમાન્ડો અને અન્ય એજન્સીઓના અધિકારીઓએ સ્થિતિ પર ત્વરિત પ્રતિક્રિયા આપી અને વિમાનને ચારે તરફથી ઘેરી લીધું હતું. તેનાથી યાત્રિકો વચ્ચે ડરનો માહોલ બન્યો હતો. 

પરંતુ આશરે બે કલાકની તપાસ બાદ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વિમાનમાં 124 પ્રવાસીઓ અને 9 ક્રુ મેમ્બરના સભ્યોની સાથે દિલ્હીથી કંધારની ઉડાન ભરવા માટે 3.30 કલાકે ટેકઓફ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More