Home> India
Advertisement
Prev
Next

Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

ફાઈઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ આ ભલામણ કરી છે. 

Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

નવી દિલ્હી: રશિયાની રાજધાની મોસ્કોમાં કોવિડ-19 (Covid 19) ના રસીકરણના કાર્યક્રમની શરૂઆતની સાથે જ ભારતના લોકો માટે મોટા ખુશખબર છે. દવા નિર્માતા  કંપની ફાઈઝરની ભારતીય શાખા (Pfizer India) એ તેમના દ્વારા વિક્સિત કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગ (emergency use)ને લઈને ઔપચારિક મંજૂરી માટે Drugs Controller General of India (DCGI) સમક્ષ કરજી કરી છે. ફાઈઝરે તેના કોવિડ-19 રસીને બ્રિટન અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ આ ભલામણ કરી છે. 

Covaxin લીધા પછી પણ કેમ સંક્રમિત થયા Anil Vij? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દવા નિયામકને અપાયેલી અરજીમાં કંપનીએ દેશમાં રસીની આયાત અને વિતરણ સંબંધિત મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ ઉપરાંત દવા અને ક્લિનિકલ પરીક્ષણ નિયમ 2019ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતની વસ્તી પર ક્લિનિકલ પરીક્ષણની છૂટ આપવાની પણ ભલામણ કરી છે. 

પોતાની 12 વીઘા જમીન PM મોદીના નામે કરવા માંગે છે બિટ્ટન દાદી, કારણ જાણી ભાવુક થશો

એક સૂત્રએ જણાવ્યું કે ફાઈઝર ઈન્ડિયાએ ભારતમાં તેની કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે 4 ડિસેમ્બરે ડીજીસીઆઈ સમક્ષ અરજી કરી છે. બ્રિટને બુધવારે ફાઈઝરની કોવિડ-19 રસીને ઈમરજન્સી ઉપયોગ માટે અસ્થાયી મંજૂરી આપી હતી. બ્રિટન બાદ બહેરીન શુક્રવારે દુનિયાનો બીજો એવો દેશ બની ગયો તેણે દવા નિર્માતા કંપની ફાઈઝર અને તેની જર્મન સહયોગી બાયોએનટેક દ્વારા વિક્સિત કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ઔપચારિક મંજૂરી આપી છે. દવા કંપની પહેલેથી અમેરિકામાં આવી જ મંજૂરી માટે અરજી કરી ચૂકી છે. 

Farmers Protest: સરકારની ખેડૂતોને અપીલ, વડીલો અને મહિલાઓને ઘરે પરત મોકલી દો

રશિયાના મોસ્કોમાં કોરોના રસીકરણ શરૂ
રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ રસી સૌથી પહેલા એવા લોકોને અપાઈ રહી છે જેમના સંક્રમિત થવાનું જોખમ સૌથી વધુ છે. રશિયા પોતાના જ દેશમાં બનાવવામાં આવેલી સ્પૂતનિક-વી નામની રસીનો ઉપયોગ કરી રહ્યું છે. રશિયામાં શનિવારે શરૂ થયેલા કોરોના વાયરસ સંક્રમણ રસીકરણ માટે ઉચ્ચ જોખમવાળા સમૂહોમાં સામેલ હજારોની સંખ્યામાં ડોક્ટરો, શિક્ષકો અને અન્ય લોકોએ હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ત્રણ દિવસ પહેલા મોટા પાયે કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રસીકરણની શરૂઆત થઈ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More