Home> India
Advertisement
Prev
Next

શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી સરકાર જનતાને આપશે રાહત? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ

મોંઘવારીથી ત્રસ્ત દેશની જનતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાની રાહ જોઈ રહી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબ આપ્યો છે. 

શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી સરકાર જનતાને આપશે રાહત? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ Petrol-Diesel Price: પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સ્થિર રહે છે તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા પર વિચાર કરવાની સ્થિતિમાં હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેલ કંપનીઓના આગામી ક્વાર્ટરના પરિણામ સારા હશે. પુરીએ ભાજપ મુખ્યાલય પર પેટ્રોલ કિંમતો પર વિવિધ સવાલના જવાબ આપતા કહ્યુ કે, તે આ મુદ્દા પર કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. 

તેમણે કહ્યું- આગળ જોઈશું કે શું કરી શકાય છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યુ કે સરકારી તેલ વિતરણ કંપનીઓએ પાછલા ક્વાર્ટરમાં સારૂ પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું- કેટલીક ખોટની ભરપાઈ કરી લીધી છે. તેણે પોતાની કોર્પોરેટ જવાબદારી સારી રીતે નિભાવી છે. અમે જેમ આગળ વધીશું, જોઈશું કે શું કરી શકાય છે. ભાજપ નેતાએ કહ્યુ કે નરેન્દ્ર મોદીની સરકારે તે નક્કી કર્યું કે 22 એપ્રિલથી તેલની કિંમતમાં વધારો ન થાય.

આ પણ વાંચોઃ ટાટા ગ્રુપના આ સ્ટોકે કર્યો કમાલ, 10 હજારના બનાવી દીધા 6 લાખ, જાણો વિગત

તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે પણ નક્કી કરશે. પુરીએ વિપક્ષ પર રેવડી રાજનીતિનો આરોપ લગાવતા કહ્યુ કે, કોઈ બધુ ફ્રીની રજૂઆત કરી રહ્યું છે, તેવામાં ફ્રી કલ્ચરની રાજનીતિ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશ કરી જાય છે.

લાંબા સમયથી યથાવત છે પેટ્રોલ-ડીઝલના ભાવ
ભારતીય તેલ કંપનીઓએ લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલની કિમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, ગાઝિયાબાદ,લખનઉ સહિત ઘણી જગ્યાએ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરમાં મળી રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે, તો ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે. ગુજરાતમાં પણ પેટ્રોલ 96-97 રૂપિયા આસપાસ મળી રહ્યું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 96.42 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.17 રૂપિયા પ્રતિ લીટર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More