Home> India
Advertisement
Prev
Next

અરૂણાચલમાં ભારેલો અગ્નિ: મુખ્યમંત્રીના આવાસ પણ આગ હવાલે, કર્ફ્યુ લાગુ

અરૂણાચલ પ્રદેશનાં 18 વિદ્યાર્થી અને નાગરિક સંગઠનો સાતે જોડાયેલા પ્રદર્શનકર્તાઓ બિન અરૂણાચલ અનુસૂચિત જનજાતીના લોકોને સ્થાયી નિવાસ પ્રમાણપત્ર આપવાનો નિર્ણયનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે

અરૂણાચલમાં ભારેલો અગ્નિ: મુખ્યમંત્રીના આવાસ પણ આગ હવાલે, કર્ફ્યુ લાગુ

ઇટાનગર : સ્થાયી નિવાસી પ્રમાણપત્રના મુદ્દે અરૂણાચલ પ્રદેશ ભડકે બળી રહ્યું છે. પ્રદેશનાં 18 વિદ્યાર્થીઓ અને નાગરિક સંગઠન સમુહ દ્વારા બહાર પડાયેલ 48 દિવસની હડતાળ દરમિયાન ઇટાનગરમાં હિંસા ફેલાઇ ગઇ, જેના કારણે ત્યાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પ્રદર્શનકર્તાઓએ રવિવારે કર્ફ્યુનુ ઉલ્લંઘન કરતા ડેપ્યુટી સીએમ ચાઉના મીનના આવાસને કથિત રીતે આગ લગાવી દીધી હતી. જ્યારે અન્ય સરકારી કાર્યાલયોમાં પણ તોડફોડ કરી હતી. પ્રદર્શનકર્તા છ સમુદાયને સ્થાનીક નિવાસી પ્રમાણપત્ર આપવાની ભલામણનો વિરોધ કરી રહ્યા હતા. 

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ: DSP શહીદ, 3 ઘાયલ

પોલીસે જણાવ્યું કે, ગત્ત શુક્રવારે પોલીસ ફાયરિંગમાં જખ્મી થયેલા એક વ્યક્તિએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકોએ રસ્તાઓ પર માર્ચ કાઢી અને જાહેર સંપત્તીને નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે ઉપાયુક્ત કાર્યાલય પરિસરમાં ઉભી કરાયેલ ગાડીઓમાં પણ આગ લગાવી દીધી હતી. પ્રદર્શનકર્તાઓએ ઇટાનગર પોલીસ સ્ટેશન અને રાજધાનીની અનેક જાહેર સંપત્તીને નુકસાન પહોંચાડીને સંપત્તીઓ પર પણ હુમલો કર્યો. 

 

fallbacks
VIDEO: વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા કર્મચારીઓના પગ ધોઇને આપ્યું સન્માન

ઇન્ટરનેટ સેવાઓ બંધ, સેનાએ ફ્લેગ માર્ચ કાઢી હતી
પ્રદર્શનકર્તાએ નાહરલગુન રેલવે સ્ટેશનની તરફ જનારા રસ્તાને પણ જામ કરી દીધી હતી જેના કારણે દર્દીઓ સહિત અનેક યાત્રીઓ રવિવાર સવારથી જ ત્યાં ફસાયેલા છે. શનિવારે પ્રદર્શનકર્તાઓની તરફથી કરવામાં આવેલ પત્થરબાજીમાં 24 પોલીસ કર્મચારીઓ સહિત 35 લોકોને ઘાયલ થયા બાદ ઇટાનગર અને નાહરલગુમાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. સેનાએ શનિવારે ઇટાનગર અને નાહરલગુમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. બંન્ને સ્થળ પર ઇન્ટરનેટ સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે. 
ઘર લેનારા લોકો માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, નિર્માણાધીન ઘરો પર GSTમાં મોટો ઘટાડો
આઇટીબીપીની 6 કંપનીઓ ફરજંદ કરાઇ
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ઇટાનગરમાં ઇંડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ (આઇટીબીપી)ની છ કંપનીઓને ફરજંદ કરવામાં આવી છે. જવાનોને રસ્તા પર ફ્લેગ માર્ચ કાઢ્યું. 

fallbacks
કુંભ આધ્યાત્મ, આસ્થા અને આધુનિકતાનું ત્રિવેણી છે: વડાપ્રધાન મોદી

150થી વધારે ગાડીઓ ક્ષતિગ્રસ્ત
પોલીસે જણાવ્યું કે, તમામ બજાર, પેટ્રોલ પંપ અને દુકાનો બંધ છે અને ઇટાનગરના મોટા ભાગનાં એટીએમમાં પૈસા નથી. શુક્રવારે અત્યાર સુધી પ્રદર્શનકર્તાએ અનેક પોલીસ વાહનો સહિત 60થી વધારે વાહનોને આગ હવાલે કરી દીધા હતા. 150થી વધારે ગાડીઓને નુકસાન પહોંચાડી હતી. શનિવારે પ્રદર્શનકર્તાઓએ સ્થાનીક ઇંદિરા ગાંધી ઉદ્યાનમાં ઇટાનગર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના મંચને નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ આયોજકોએ ફિલ્મ મહોત્સવ રદ્દ કરી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More