Home> India
Advertisement
Prev
Next

'મોદી લહેરના સહારે હવે કોઈની નૈયા પાર થશે નહીં', ભાજપના નેતાનું નિવેદન 

ઉત્તરાખંડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે પોતાની પાર્ટીના ધારાસભ્યોને શિખામણ આપતા મોટું નિવેદન આપ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી અંગે પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગતે કહ્યું કે મોદી લહેરના સહારે હવે કોઈની નાવડી પાર થશે નહીં.

'મોદી લહેરના સહારે હવે કોઈની નૈયા પાર થશે નહીં', ભાજપના નેતાનું નિવેદન 

દહેરાદૂન: ઉત્તરાખંડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે પોતાની પાર્ટીના ધારાસભ્યોને શિખામણ આપતા મોટું નિવેદન આપ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી અંગે પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે કહ્યું કે મોદી લહેરના સહારે હવે કોઈની નાવડી પાર થશે નહીં. આથી તમામે પોતાની સીટ જીતવા માટે પોતે જ મહેનત કરવી પડશે. મતવિસ્તારમાં જઈને જનતાના કામ પૂરા કરવાની સાથે સાથે તમામ વચનો પણ નિભાવવા પડશે અને ત્યારે જ લોકો તમને વોટ આપશે. 

Modi સરકાર વિશે ગ્લોબલ ટાઈમ્સના સર્વેક્ષણમાં થયો એવો ખુલાસો...જિનપિંગને લાગશે આંચકો 

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મળશે ટિકિટ
દેવભૂમિ ઉત્તરાખંડમાં ભાજપ સંગઠનની નાવડીના રખેવાળ બંસીધરે કહ્યું કે આગામી ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યોના કામના પ્રદર્શનના આધારે જ ટિકિટ વિતરણ થશે. આથી પાર્ટીના તમામ વિધાયકોએ જનતા વચ્ચે જવું જોઈએ કારણ કે મોદીના નામ જીતી જશે એવો ભાવ મનમાં રાખવો યોગ્ય નહીં રહે. 

Gucchi mushrooms: ભારતના આ શાકની છે વિદેશમાં ખુબ જ ડિમાન્ડ, ખરીદવા માટે લોન લેવી પડે!

નોંધનીય છે કે 2017ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એવી તે આંધી જોવા મળી કે હરીશ રાવત પોતે હરિદ્વાર ગ્રામીણ અને કિચ્છા બંને વિધાનસભા વિસ્તારોમાંથી ચૂંટણી હાર્યા હતાં. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડની 70માંથી 57 બેઠકો મેળવી લઈને પ્રદેશમાં ત્રણ ચર્તુંથાસ બહુમતવાળી સરકાર બનાવી હતી. 

Corona Updates: એક જ દિવસમાં 77 હજાર કરતા વધુ નવા દર્દીઓ, અત્યાર સુધીમાં 61,529 લોકોના મૃત્યુ

જ્યારે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલથી બેકી સંખ્યા પાર કરી શકી હતી અને તેણે 11 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. અપક્ષના ફાળે 2 બેઠકો ગઈ હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More