Home> India
Advertisement
Prev
Next

અચાનક જ યુવકે કેન્દ્રીય મંત્રીને માર્યો લાફો, પછી જે કઈ થયું....જુઓ VIDEO

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને એક સાર્વજનિક કાર્યક્રમમાં કથિત રીતે થપ્પડ મારવાની કોશિશમાં એક 30 વર્ષના એક યુવકને અટકાયતમાં લેવામાં આવ્યો છે.

અચાનક જ યુવકે કેન્દ્રીય મંત્રીને માર્યો લાફો, પછી જે કઈ થયું....જુઓ VIDEO

મુંબઈ: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને એક સાર્વજનિક કાર્યક્રમમાં કથિત રીતે થપ્પડ મારવાની કોશિશમાં એક 30 વર્ષના એક યુવકને અટકાયતમાં લેવામાં આવ્યો છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ના પૂર્વ કાર્યકર્તા પ્રવિણ ગોસાવીએ આઠવલેને માળા પહેરાવવાના બહાને કથિત રીતે થપ્પડ મારવાની કોશિશ કરી. ત્યાં હાજર લોકોએ તેને પકડીને પીટવાનું શરૂ કરી દીધુ અને ત્યારબાદ  પોલીસને સોંપી દીધો. 

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આરપીઆઈના પ્રમુખ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના અમરનાથમાં શનિવારે સાંજે એક રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતાં. બંધારણ પર ભાષણ આપ્યા બાદ જ્યારે તેઓ મંચ પરથી ઉતરતા હતાં ત્યારે લગભગ સવા દસ વાગે આ ઘટના ઘટી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. 

અધિકારીએ જણાવ્યું કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેને કોઈ ઈજા થઈ નથી. કારણ કે તેમની સાથે ઊભેલા લોકો અને પોલીસકર્મીઓએ ગોસાવીની ઈરાદાને સફળ થવા દીધો નહી. પોલીસે જણાવ્યું કે લોકો દ્વારા પીટાયેલા ગોસાવીને પહેલા ઉલ્હાસનગરમાં દાખલ કરાયો અને ત્યારબાદ મુંબઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. 

અંબરનાથ પોલીસ ઈન્સ્પેક્ટર કે જી ચૌહાણે કહ્યું કે અમે આઈપીસીની કલમ 353, અને 332 હેઠળ મામલો નોંધ્યો છે. ગોસાવીને હાલ અટકાયતમાં લેવાયો છે. ધરપકડ કરાઈ નથી. પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગોસાવીએ હુમલો કેમ કર્યો, તે હજુ જાણવા મળ્યું નથી. તેને આરપીઆઈ(એ)થી બરખાસ્ત કરાયો તે એક કારણ હોઈ શકે છે. 

પોલીસના જણાવ્યાં મુજબ ગોસાવીની સદસ્યતા આરપીઆઈ(એ)એ લગભગ એક વર્ષ પહેલા અપરાધ જગતમાં સામેલ થવા પર અને લોકોને આરટીઆઈ દ્વારા બ્લેકમેઈલ કરવા મામલે રદ કરી હતી. કદાચ આ વાતને લઈને  તે ગુસ્સામાં હતો અને આથી તેણે કેન્દ્રીય મંત્રી પર હુમલો કરવાની કોશિશ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More