Home> India
Advertisement
Prev
Next

મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે યાત્રીકોને લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ જોઈ શરમ આવે છે. આ સંબંધમાં દાખલ જનહિત અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મુંબઈની સ્થિતિ દમનીય છે. 

મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
Updated: Jun 28, 2024, 11:38 PM IST

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનને શહેરની લાઈફલાઈન કહેવામાં આવે છે... તેને લઈને મુંબઈ હાઈકોર્ટની ટિપ્પણીએ ચોંકાવી દીધા છે... મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે શહેરની લોકલ ટ્રેનમાં મુસાફરોને પશુઓની જેમ મુસાફરી કરતાં જોવા શરમજનક છે.... મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એટલે યુ્દ્ધ લડવા જેવું છે... ત્યારે કેમ હાઈકોર્ટે આવી ટિપ્પણી કરી?.... હાઈકોર્ટે રેલવે વિભાગને શું સલાહ આપી?... જોઈશું આ અહેવાલમાં....

મુંબઈની લોકલમાં મુસાફરી કરવી યુદ્ધ સમાન છે

લાઈફલાઈન બની રહી છે મોતની લાઈન 
સરહદ કરતાં પણ વધુ લોકોના થાય છે મોત
પશુઓની જેમ લોકોને  જોવા શરમજનક છે

આ ટિપ્પણી કરી છે મુંબઈ હાઈકોર્ટે.... મુંબઈની લોકલ ટ્રેનમાં રોજેરોજ 5થી 7 લોકોના મોત થતાં હોવાની ચોંકાવનારી બાબતે સુનાવણી કરતાં હાઈકોર્ટે આ ટિપ્પણી કરી.... આ મામલે રેલવેને ઉચ્ચ સ્તરીય અભ્યાસ હાથ ધરવા નિષ્ણાતોની કમિટી તૈયાર  કરવાનું સૂચન કર્યુ.... 

મુંબઈ હાઈકોર્ટે રેલવેને ફટકાર લગાવતાં કહ્યું કે.. મુંબઈની લોકલ ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે.... ઘણીવખત ખીચોખીચ ભરેલી ટ્રેનમાં મુસાફરો અકસ્માતનો ભોગ બને છે... મુસાફરોને પશુઓની જેમ મુસાફરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે... જેના કારણે તેમનો પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે... વર્ષ 2023માં 2590 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો... જેનો અર્થ એ થયો કે રોજના 7 મુસાફરો મોતને ભેટે છે..

રેલવેના પાટા ઓળંગવા, ચાલુ ટ્રેનમાંથી નીચે પડવું, ટ્રેન પ્લેટફોર્મ વચ્ચેનો ગેપ કે થાંભલાના કારણે દર વર્ષે 1895 લોકોના મોત થઈ રહ્યા છે.... એટલે સરકાર અને રેલવે વિભાગે આ અંગે ચોક્કસ કંઈક વિચારવાની જરૂર છે... કેમ કે...

મુંબઈમાં લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 33.8 ટકા છે....
ન્યૂયોર્કમાં લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 3.66 ટકા છે...
જ્યારે પેરિસની લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 1.46 ટકા છે...
તો લંડનમાં લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 1.43 ટકા છે....

મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો એ ખરેખર યુદ્ધમાં જોતરાવા જેવું છે... કેમ કે જેટલાં મુસાફરોની સંખ્યા હોય તેની સામે ટ્રેનની ફ્રીકવન્સી ઓછી છે.... એટલે ટ્રેન આવતાંની સાથે જ લોકો તેમાં બેસવા માટે ધક્કામુક્કી કરે છે.... જેમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે... ભારતીય સૈનિકોના વાર્ષિક મૃત્યુદર કરતાં પણ આ સંખ્યા વધુ હોવનો ખુલાસો થયો છે... રેલવેએ અપનાવેલા સલામતીના પગલાં રેલવેથી થતા મોતની સંખ્યા ઘટાડવામાં નિષ્ફળ ગયાનું કોર્ટે નોંધ્યું છે... ત્યારે આ અંગે નક્કર પગલાંની જરૂર છે... નહીં તો લોકો કમોતે મરતાં રહેશે અને તંત્ર માત્ર તમાશો બનીને જોતું રહેશે.... જે સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશ માટે હાનિકારક છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે