Home> India
Advertisement
Prev
Next

મની લોન્ડ્રિંગ મુદ્દે વાડ્રાનાં આગોતરા જામીનનો ચુકાદો ટળ્યો, 1 એપ્રીલે સુનવણી

પટિયાલા હાઉસ કોર્ટ રોબર્ટ વાડ્રાનાં આગોતરા જામીન અરજી પર 1 એપ્રીલ સાંજે 4 વાગ્યે પોતાનો ચુકાદો આપશે

મની લોન્ડ્રિંગ મુદ્દે વાડ્રાનાં આગોતરા જામીનનો ચુકાદો ટળ્યો, 1 એપ્રીલે સુનવણી

નવી દિલ્હી : મની લોન્ડ્રિંગ મુદ્દે રોબર્ટ વાડ્રાના આગોતરા જામીન પર પટિલાયા હાઉસ કોર્ટે ચુકાદો અનામત રાખી લીધો છે. હવે આ મુદ્દે આગામી સુનવણી 1 એપ્રીલે થશે. આ મુદ્દે ઇડી રોબર્ટ વાડ્રાની જામીનનો વિરોધ કરી રહ્યા છ. તેઓ પુછપરછ માટે રોબર્ટ વાડ્રાની કસ્ટડી ઇચ્છે છે, તેનો વાડ્રાની રતફથી તેમનાં વકીલોએ પણ વિરોધ કર્યો છે. 

બિહાર : રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતાઓની બેઠક પુર્ણ, RJD સાથેનો વિવાદ ઉકલ્યો

આરોપી રોબર્ટ વાડ્રાનાં આગોતરા જામીનની અરજી અંગે પટિલાયા હાઉસ કોર્ચે ચુકાદો સુરક્ષીત રાખી લીધો છે. રોબર્ટ વાડ્રાનાં આગોતરા જામીન અરજી પર 1 એપ્રીલના રોજ સાંજે 4 વાગ્યે પોતાનો ચુકાદો અનામત રાખ્યો. ત્યા સુધી રોબર્ટ વાડ્રાની ધરપકડ નહી થઇ શકે. ગુરૂવારે સુનવણી દરમિયાન ઇડીએ ફરી રોબર્ટ વાડ્રાનાં આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો. ઇડીનાં વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું કે, વાડ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે. એટાલ માટે તેમને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવી જરૂરી છે. બીજી તરફ રોબર્ટ વાડ્રાનાં વકીલ અભિષેક મનુ સિંધવીએ ઇડીનાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અગાઉ રોબર્ટ વાડ્રાનાં આગોતરા જમીનની અરજી પર ઇડીએ કોર્ટમાં જવાબ દાખલ કરીને કહ્યું હતું કે, વાડ્રા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. એવામાં તેમને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવી જરૂરી છે. 

ઇડીએ આ મુદ્દે રોબર્ટ વાડ્રાને 7 વખત પુછપરછ કરી ચુકી છે. વાડ્રા પર દેશની બહાર બેનામી સંપત્તી રાખવાનો આરોપ છે. અગાઉ રાજસ્થાન અને હરિયાણામાં જમીનનાં અનેક સોદાઓ મુદ્દે પણ તેઓ આરોપોનાં ઘેરામાં છે. બીજી તરફ વાડ્રાનાં નજીકનાં સહયોગી મનોજ અરોરાને કોર્ટે કામચલાઉ રાહત આપી છે. અગાઉ ઇડીએ કોર્ટમાં જણાવ્યું કે, આવક વેરા વિભાગની એક અન્ય તપાસમાં મનોજ અરોડાનું નામ સામે આવ્યા બાદ તેમની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. 

મોદીની મેરઠ રેલી બાદ રાજકીય ધમાસાણ: કોંગ્રેસ, સપા, ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ

સુત્રો અનુસાર લંડનમાં વાડ્રા દ્વારા ખરીદાયેલી અનેક સંપત્તીમાં મનોજ અરોડાની મહત્વની ભુમિકા છે અને તેણે જ આ સંપત્તી ખરીદવામાં વાડ્રાની મદદ કરી છે. બીજી તરફ આગોતરા જામીન અરજીમાં અરોડાએ આરોપ લગાવ્યો હતો કે વિદેશમાં સંપત્તીઓની ખરીદીના મની લોન્ડ્રિંગ મુદ્દે તેમનાં નિયોક્તા રોબર્ટ વાડ્રાને ખોટી રીતે ફસાવવાનું દબાણ પણ સર્જાઇ રહ્યું છે. વાડ્રાઇની સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીમાં કામ કરનારા અરોડાએ આરોપ લગાવ્યો હતો કે પુછપરછ માટે તેમની પત્ની તપાસ એજન્સી સામે હાજર થઇ હતી. ઇડી અધિકારીઓએ વાડ્રાને ફસાવવા માટે તેમને ધમકાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આવું નહી કરે તો તેના પતિ અને પરિવારનું ભવિષ્ય ખરાબ કરી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More