Home> India
Advertisement
Prev
Next

PASSPORT RENEW: પાસપોર્ટ રિન્યૂ કરાવવા હવે નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠાં માત્ર કરા આ કામ

 હવે કોરોના મહામારીનું જોખમ મહદ અંશે ઓછુ થઈ જતા હવે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો તમે પણ આ પ્લાનિંગમાં સામેલ છો તો આ સમાચાર તમારા માટે છે. વિદેશ જવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી છે, આવી સ્થિતિમાં જો પાસપોર્ટની વેલિડીટી પૂર્ણ થવાની હોય તો અથવા થઈ ચૂકી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરી તમે સરળતાથી પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશો

PASSPORT RENEW: પાસપોર્ટ રિન્યૂ કરાવવા હવે નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠાં માત્ર કરા આ કામ

PASSPORT RENEWED: હવે કોરોના મહામારીનું જોખમ મહદ અંશે ઓછુ થઈ જતા હવે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો તમે પણ આ પ્લાનિંગમાં સામેલ છો તો આ સમાચાર તમારા માટે છે. વિદેશ જવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી છે, આવી સ્થિતિમાં જો પાસપોર્ટની વેલિડીટી પૂર્ણ થવાની હોય તો અથવા થઈ ચૂકી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરી તમે સરળતાથી પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશો

સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ-
સ્ટેપ- 1 આ રીતે ભરો ફોર્મ
- સૌથી પહેલા પાસપોર્ટ સેવાના ઓનલાઈન પોર્ટલ પર જઈને લોગઈન કરજો
- એપ્લાઈ ફોર ફ્રેશ પાસપોર્ટ/ રિન્યૂ ઓફ પાસપોર્ટ વાળી લિંક પર ક્લિક કરો
- ત્યારબાદ, ઓલ્ટરનેટિવ વન વાળા ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ નવું પેજ ખુલી જશે
- જો તમે ઈચ્છો તો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને પણ ભરી શકો છો.
- ત્યારબાદ આ ફોર્મ ભર્યા પછી વેબસાઈટ પર અપલોડ કરી શકાશે
- જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો 'fill the application form online' પર ક્લિક કરો

સ્ટેપ-2 અપોઈમેન્ટ લેવી છે જરૂરી
- ઓનલાઈન ફોર્મના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે જરૂરી ડિટેઈલ્સ સબમિટ કરવી પડશે
- ત્યારબાદ લોગઈન કર્યા બાદ, પહેલું પેજ ખુલશે જ્યા સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો
- હવે પેમેન્ટ કરવા માટે રેડિયો બટન પર ક્લિક કરો
- Pay and Schedule Appointmentના વિકલ્પ પર ક્લિક કરો
- ઓનલાઈન પેમેન્ટના વિકલ્પને સિલેક્ટ કર્યા બાદ આગળ વધો
- તમને જણાવી દઈએ કે પાસપોર્ટ ઓફિસમાં અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે.

સ્ટેપ-3 આ રીતે લો અપોઈમેન્ટ
- હવે તમારા મોબાઈલ પર તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રોના નામની લિસ્ટ આવશે
- ત્યારબાદ તમારા સમયની અનુકૂળતાએ અપોઈમેન્ટની તારીખ અને સમય નક્કી કરો
- હવે પે અને બુક અપોઈમેન્ટ પર ક્લિક કરો
- પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ ફરી પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર જાઓ
- અહીં તમને હવે અપોઈમેન્ટ કન્ફર્મનું પેજ જોવા મળશે
- અહી તમને તમામ વિગતો જોવા મળશે
- એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો, આ દરમિયાન અપોઈમેન્ટ       નંબર હોવો જરૂરી છે.

સ્ટેપ-4 પાસપોર્ટ ઓફિસ જતા પહેલા આ દસ્તાવેજ સાથે રાખો
- પાસપોર્ટ ઓફિસ જતા પહેલા પ્રિન્ટની રિસીપ્ટ સાથે રાખો
- સ્લિપ દેખાડ્યા બાદ તમને ત્યા એન્ટ્રી મળશે
- ત્યારબાદ ત્યા તમારી પાસેથી ડોક્યુમેન્ટ્સ માગવામાં આવશે
- તમારા ફોટા સાથે ડોક્યુમેન્ટ્સ આપી દો
- ફોટાની સાથે તમારી સહી પણ આપવી પડશે, આ સહી તમારા પાસપોર્ટ પર પણ જોવા મળશે

સ્ટેપ -5 આ રીતે તમારા પાસપોર્ટના સ્ટેટ્સને કરો ટ્રેક
- હવે તમને એક સ્લિપ મળશે, જેની મદદથી તમે તમારા પાસપોર્ટના સ્ટેટ્સને ટ્રેક કરી શકશો
- ત્યારબાદ પોલીસ વેરીફિકેશન આવશે, અને એક અઠવાડિયા પછી તમારો પાસપોર્ટ પોસ્ટની મારફતે તમારા ઘરે પહોંચી જશે
- પાસપોર્ટ મળ્યા બાદ તમારા જૂના પાસપોર્ટને પાસપોર્ટ ઓફિસ લઈ જાઓ
- અહીં તમારા જૂના પાસપોર્ટને જમા કરાવો
- પાસપોર્ટ ખોવાઈ ગયો હોય કે ચોરી થયો હોય તો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરજો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More