Home> India
Advertisement
Prev
Next

બજારમાંથી કેમ ગાયબ થઈ રહી છે 2000 રૂપિયાની નોટ? જો તમારી પાસે આ નોટ હોય તો ખાસ જાણો માહિતી

દેશમાં હાલ ચલણમાં સૌથી મોટીનોટ બે હજાર રૂપિયાની છે. પરંતુ બજારમાં આ નોટોની સંખ્યા સતત ઘટી રહી છે.

બજારમાંથી કેમ ગાયબ થઈ રહી છે 2000 રૂપિયાની નોટ? જો તમારી પાસે આ નોટ હોય તો ખાસ જાણો માહિતી

નવી દિલ્હી: દેશમાં હાલ ચલણમાં સૌથી મોટીનોટ બે હજાર રૂપિયાની છે. પરંતુ બજારમાં આ નોટોની સંખ્યા સતત ઘટી રહી છે. આ વર્ષ નવેમ્બરમાં બજારમાં ચાલતી 2000 રૂપિયાની નોટોની સંખ્યા ઘટીને 223.3 કરોડ નોટ એટલે કે કુલ નોટ (એનઆઈસી)ની 1.75 ટકા રહી ગઈ. જ્યારે આ સંખ્યા માર્ચ 2018માં 336.3 કરોડ હતી. 

રાજ્યસભામાં મંત્રીનો જવાબ
નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે વિશેષ મૂલ્યવર્ગની બેંક નોટોની છપાઈનો નિર્ણય સરકાર તરફથી રિઝર્વ બેંકની સલાહ પર જનતાની લેવડદેવડ સંબંધિત માગણીને સરળ બનાવવા અને નોટોની ઉપલબ્ધતાને જાળવી રાખવા માટે કરાય છે. 

તેમણે કહ્યું કે 31 માર્ચ 2018ના રોજ 2000 રૂપિયાના 336.3 કરોડ નોટ ચલણમાં હતા જે માત્રા અને મૂલ્યના મામલે એનઆઈસીનો ક્રમશ: 3.27 ટકા અને 37.26 ટકા છે. જેની સરખામણીએ 26 નવેમ્બર 2021ના રોજ 2233 એમપીસી ચલણમાં હતા જે માત્રા અને મૂલ્યના સંદર્ભમાં એનઆઈસીનો ક્રમશ: 1.75 ટકા અને 15.11 ટકા છે. ચૌધરીએ વધુમાં કહ્યું કે વર્ષ 2018-19થી નોટો માટે કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ પાસે નવો કોઈ માંગપત્ર રજુ કરાયો નથી. 

કમાણીની શાનદાર તક: આ અઠવાડિયે આવી રહ્યા છે આ 4 IPO, 4100 કરોડ ભેગા કરવાની છે યોજના

કેમ ઓછી થઈ 2000 રૂપિયાની નોટ?
તેમણે કહ્યું કે નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નોટના ચલણમાં કમી એટલા માટે આવી છે કારણ કે વર્ષ 2018-19થી આ નોટોના છાપકામ માટે કોઈ નવો ઓર્ડર અપાયો નથી. આ ઉપરાંત નોટ પણ ખરાબ થાય છે કારણ કે તે ગંદી થઈ જાય છે, ફાટી જાય છે. આ જ કારણ છે કે નવી નોટ છાપવામાં આવી રહી નથી અને જૂની નોટ ખરાબ થઈને બજારમાંથી બહાર થઈ રહી છે. જેના કારણે આ નોટોની કમી થઈ ગઈ છે. 

વર્ષ 2016માં 8 નવેમ્બરે સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો જેમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ત્યારબાદ 2000 રૂપિયાની નવી નોટ અને 500ની નવી નોટની બજારમાં એન્ટ્રી થઈ. ત્યારપછી બજારમાં 200 અને 100ની પણ નવી નોટ ચલણમાં આવી. 

એક સવાલના જવાબમાં કહ્યું કે કરન્સીની ડિમાન્ડ અનેક ફેક્ટર પર નિર્ભર કરે છે. જેમાં આર્થિક વૃદ્ધિથી લઈને વ્યાજ દર સામેલ હોય છે. ખાસ કરીને વર્ષ 2020-21 દરમિયાન કોરોનાકાળમાં કરન્સીને લઈને પબ્લિક ડિમાન્ડ ઘણી વધી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More