Home> India
Advertisement
Prev
Next

'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે પીએમ મોદી, 1 એપ્રિલે દિલ્હીમાં યોજાશે કાર્યક્રમ

આ વખતે ખાસ વાત છે કે ભારતના બધા રાજ્યપાલ રાજભવનોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સામેલ થશે.

'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે પીએમ મોદી, 1 એપ્રિલે દિલ્હીમાં યોજાશે કાર્યક્રમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 એપ્રિલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. પરીક્ષા પે ચર્ચાનો આ પાંચમો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે પત્રકાર પરિષદ યોજી અને તેની સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપી હતી. 

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, '1 એપ્રિલે સવારે 11 કલાકે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના પાંચમી એડિશનનું આયોજન કરવામાં આવશે. તેમાં ધોરણ-9 થી 12 સુધીના 1 હજાર વિદ્યાર્થીઓ સામેલ થશે. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં દિલ્હી-એનસીઆર, યુપી અને હરિયાણાની સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરનાર બાળકો સામેલ થશે. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.'

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી યોગીએ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય

આ વખતે કરવામાં આવી ખાસ વ્યવસ્થા
આ વખતે ખાસ વાત છે કે ભારતના તમામ રાજ્યપાલ રાજભવનોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સામેલ થશે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ કે આ સાથે તે દેશોમાં જ્યાં ભારતીય લોકો મોટી સંખ્યામાં રહે છે ત્યાં દૂતાવાસોમાં આ કાર્યક્રમ દેખાડવામાં આવશે. કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, કોરોના મહામારી બાદ આ વખતે પૂર્ણ રૂપથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના કાર્યક્રમથી બાળકો દબાવ મુક્ત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More