Home> India
Advertisement
Prev
Next

જંગલમાં 'કુંતી' સાથે ફરતા જોવા મળ્યા 5 પાંડવ! IAS Officer એ શેર કર્યો વીડિયો

IAS Officer Susanta Nanda Video: સોશિયલ મીડિયા પર મોટાભાગે આવા વિડીયો છવાયેલા રહે છે. ઇન્ટરનેટ પર કોઇને કોઇ એવો વીડિયો જરૂર શેર કરી દે છે. જેને જોઇને લોકોની આંખો ખુલી રહી જાય છે. તાજેતરમાં ટૂરિસ્ટના એક વીડિયોએ લોકોને આશ્વર્યમાં મુકી દીધા છે. 

જંગલમાં 'કુંતી' સાથે ફરતા જોવા મળ્યા 5 પાંડવ! IAS Officer એ શેર કર્યો વીડિયો

Jungle Safari: જંગલ સફારી દરમિયાન કોઇ જંગલી જાનવરને જોવું રોમાંચ ભરેલો અનુભવ રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે જંગલમાં સફારી કરવા ગયા હોવ અને અચાનક વાખ દેખાય જાય તો તો તમે કેવું અનુભવશો? સોશિયલ મીડિયા પર મોટાભાગે આવા વીડિયો છવાયેલા રહે છે. ઇન્ટરનેટ પર કોઇને કોઇ એવો વીડિયો જરૂર શેર કરી દે છે, જેને જોઇને લોકોની આંખો ખુલી રહી જાય છે. તાજેતરમાં જ ટૂરિસ્ટના એક વીડિયોએ લોકોને આશ્વર્યમાં મુકી દીધા છે. જંગલ સફારી દરમિયાન ના ફક્ત એક વાઘ નહી પરંતુ સાથે જ પાંચ બચ્ચાને પણ જોવા મળ્યા. આઇએફએસ અધિકારી સુશાંત નંદા (IFS Officer Susanta Nanda) દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં એક વાઘ પરિવાર સફારી રોડ પાર કરતાં દેખાયો. 

આ પણ વાંચો: ઘેટાંઓને જાનૈયા બનાવી 'દૂલ્હે રાજા' ની માફક નાચવા લાગ્યા પશુપાલક, Video થયો વાયરલ
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

વાઘની પાછળ બચ્ચાંને આવતાં જોઇ બૂમો પાડવા લાગ્યા ટૂરિસ્ટ
જ્યારે વાઘણ પોતાના પાંચ બાળકો સાથે રોડ પાર કરી રહી હતી તો સામે હાજર જંગલ સફારી કરવા માટે ટૂરિસ્ટ બૂમો પાડવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં ટૂરિસ્ટ ઉત્સાહ સાથે વાત કરતાં સંભળાય છે. એક મહિલાને બેસવા માટે ઓર્ડર આપતાં સાંભળી શકાય છે. આઇએફએસ અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વીટ પર લખ્યું 'કુંતીએ પાંચ પાંડવો સાથે દર્શન આપ્યા. હું જાણતો નથી કે તે મહિલા કોઇને મોટા અવાજે બેસવાનો આદેશ આપી રહી હતી. તમને જણાવી દઇએ કે ઓફિસરે વાઘણને કુંતી નામ આપ્યું, જે પોતાના પાંડવો (બચ્ચાં) સાથે જંગલમાં ફરી રહી છે. 

જુઓ વીડિયો

વાઘોને જોઇને ખુશ થઇ એક યૂઝરે પૂછ્યું કે 'આ તો કમાલ છે સર. શું હું જાણી શકું છું કે આ કયો ટાઇગર રિવર્ઝ અથવા સેંક્ચુઅરી છે? એક અન્ય યૂઝરે કોમેન્ટમાં લખ્યું, 'મારી સવાર શરૂ કરવાની એક પ્યારી રીત. આભાર. જોકે કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે લોકો દ્વારા કરવામાં આવેલા અવાજ તરફ ઇશારો કર્યો. એક યૂઝરે લખ્યું 'વાઇલ્ડ સફારીમાં બૂમો ન પાડવી જોઇએ, પરંતુ મને લાગે છે કે આપણા અધિકારીઓ અને પર્યટકોને તેનાથી ફરક પડતો નથી.' એક ત્રીજા વ્યક્તિએ લખ્યું કે 'શું તેમને સફારી પર ચૂપ ન રહેવું જોઇએ? વીડિયોને લગભગ 15 હજાર વાર જોવામાં આવ્યો છે. સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પેજ પર મોટાભાગે વાઇલ્ડલાઇફ સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરતાં રહે છે. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More