Home> India
Advertisement
Prev
Next

કાશ્મીરમાં આતંક ફેલાવવાનું નાપાક ષડયંત્ર! ISI એ તૈયાર કર્યું 200 લોકોનું હિટ લિસ્ટ!

ISI એ હાલમાં ભારત વિરુદ્ધ એક નવી પ્લાનિંગ રચી છે. આ પ્લાનિંગ હેઠળ પાકિસ્તાન કેટલીક નવી આતંકીઓની ગેંગ તૈયાર કરશે અને ભારતીયોની હત્યા કરશે. 

કાશ્મીરમાં આતંક ફેલાવવાનું નાપાક ષડયંત્ર! ISI એ તૈયાર કર્યું 200 લોકોનું હિટ લિસ્ટ!

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક ભયાનક ષડયંત્ર રચ્યું છે. હકીકતમાં પાક અધિકૃત કાશ્મીર (PoK) માં આઈએસઆઈ (ISI) ના ઓફિસરો અને આતંકવાદી ગ્રુપ સાથે બેટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને ગતિ આપવામાં આવશે. તેની જવાબદારી લેવા માટે એક નામથી એક આતંકવાદી સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા દુનિયાને તે સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ નથી. 

ISI એ તૈયાર કર્યો નવો પ્લાન
ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં PoK ના મુઝફ્ફરાબાદમાં આઈએસઆઈના ઓફિસરોએ આતંકી જૂથની સાથે બેઠક કરી અને કાશ્મીરમાં એક નવી આતંકવાદી ગેંગ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. આ ગ્રુપનું કામ પોલીસના ખબરીઓ, સુરક્ષાદળોની સાથે કામ કરના, ગુપ્ત વિભાગોમાં કામ કરનાર કાશ્મીરિઓની હત્યા કરવાનું હશે. આ ગેંગ બિન કાશમીરી લોકો, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથો જોડાયેલા લોકોની હત્યા કરશે. 

આ સિવાય આઈએસઆઈએ શરૂઆતી 200 લોકોનું એક હિટ-લિસ્ટ પણ તૈયાર કર્યું છે જેની હત્યાથી સનસની ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં ઘણા કાશ્મીરી પંડિતના નામ પણ સામેલ છે, જે પંડિતોની ઘર વાપસીને લઈને સક્રિય છે. 

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકીઓ સાથે અથડામણ, સેના અધિકારી અને એક જવાન ઈજાગ્રસ્ત  

ગેંગ લેશે હત્યાઓની જવાબદારી
નવી ગેંગ આ હત્યાઓની જવાબદારી લેશે જેથી તે સંદેશ આપી શકાય કે આ આતંકવાદી સ્થાનીક કાશ્મીરી છે. હત્યાઓ માટે આ આતંકીઓનો ઉપયોગ કરવામાં આવશે, જે હજુ સુધી સુરક્ષાદળોની નજરમાં નથી. તે માટે મોટી સંખ્યામાં એવા કાશ્મીરીઓનો ઉપયોગ કરવામાં આવશે જે આતંકીઓ પ્રત્યે હમદર્દી રાખે છે પરંતુ લાંબા સમયથી કોઈ ઘટનામાં સામેલ નથી. થોડા દિવસ પહેલા તહેવાર દરમિયાન કાશ્મીરમાં હિન્દુ મંદિરો પર હુમલાના ષડયંત્રની સૂચના મળી હતી. 

ગુપ્ત સૂત્રોનું માનવુ છે કે આતંકવાદી હવે સુરક્ષાદળો પર મોટા હુમલાની જગ્યાએ ઓછા લોકો પર હુમલો કરવાની રણનીતિ પર કામ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More