Home> India
Advertisement
Prev
Next

મોટો ખુલાસો: J&Kમાં સુરક્ષાદળોની ભોજન સામગ્રીમાં ઝેર ભેળવવાની ફિરાકમાં છે પાક.ની ISI-સૂત્ર

જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત ભારતીય સુરક્ષાદળોને આતંકી સતત નિશાન બનાવી રહ્યાં છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકીઓ દ્વારા સીઆરપીએફની બસ પર કરાયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ આતંકી સંગઠનોની મદદ કરી રહેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે. પાકિસ્તાની સેના અને ISI એકવાર ફરીથી જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે. 

મોટો ખુલાસો: J&Kમાં સુરક્ષાદળોની ભોજન સામગ્રીમાં ઝેર ભેળવવાની ફિરાકમાં છે પાક.ની ISI-સૂત્ર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત ભારતીય સુરક્ષાદળોને આતંકી સતત નિશાન બનાવી રહ્યાં છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકીઓ દ્વારા સીઆરપીએફની બસ પર કરાયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ આતંકી સંગઠનોની મદદ કરી રહેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે. પાકિસ્તાની સેના અને ISI એકવાર ફરીથી જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે. 

fallbacks

પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, વિદેશ મંત્રીએ જાહેરમાં કહ્યું- 'જૈશ જવાબદાર નથી'

જમ્મુ અને કાશ્મીર સરકારના અપરાધિક તપાસ વિભાગ દ્વારા જારી કરાયેલી એક ગુપ્ત નોટ બાદ ઘાટીમાં સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે કે પાકિસ્તાની મિલેટ્રી ઈન્ટેલિજન્સ અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ એજન્ટ કાશ્મીરમાં તહેનાત સુરક્ષાદળોની ભોજન સામગ્રીમાં ઝેર ભેળવવાની યોજના બનાવી રહ્યાં છે. અમારી સહયોગી વેબસાઈટ WIONને મળેલા દસ્તાવેજોમાં લખ્યું છે કે પાકિસ્તાની નંબર (પાકિસ્તાનની સૈન્ય ગુપ્ત માહિતી) અને કાશ્મીરમાં આઈએસઆઈ એજન્ટોનું સંચાલન કરી રહેલા  લોકોનો દાવો છે કે આ વિસ્તારમાં તહેનાત સુરક્ષા દળોની ભોજન સામગ્રીના જથ્થામાં ઝેર ભેળવવાની યોજના બનાવવામાં આવી છે. 

fallbacks

ભારતને સોંપતા પહેલા પાકિસ્તાને અભિનંદન સાથે કરી હતી આ નાપાક હરકત, જાણીને લોહી ઉકળી જશે

જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અધિકારીઓ એલર્ટ મોડ પર
આ નોટ જમ્મુ અને કાશ્મીરના પુલવામા હુમલાના આટલા દિવસો વીતી ગયા બાદ સામે આવી છે. જેનાથી અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. નોટ મળ્યા બાદથી જ અધિકારીોએ હવે તમામ કેમ્પની ભોજન સામગ્રીના ડેપોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોના સંચાલન માટે સુરક્ષા નિશ્ચિત કરવા કાશ્મીર લઈ જવાતી ભોજન સામગ્રીની તપાસ કરવા માટે પણ કહ્યું છે. 

દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More