Home> India
Advertisement
Prev
Next

Big Breaking: પાક વિમાનોની ફરીથી ભારતની હદમાં ઘૂસણખોરીની કોશિશ, ભારતીય વિમાનોએ ખદેડ્યા

પાકિસ્તાન હજુ તેની નાપાક હરકતો કરવાનું મૂકતું નથી. આજે ફરીથી તેણે ભારતીય એર સ્પેસમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે. પાકિસ્તાની વિમાનોએ પૂંછના મેઢરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી જેને ભારતીય વિમાનોએ નિષ્ફળ કરી છે. 

Big Breaking: પાક વિમાનોની ફરીથી ભારતની હદમાં ઘૂસણખોરીની કોશિશ, ભારતીય વિમાનોએ ખદેડ્યા

નવી દિલ્હી: પાકિસ્તાન હજુ તેની નાપાક હરકતો કરવાનું મૂકતું નથી. આજે ફરીથી તેણે ભારતીય એર સ્પેસમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે. પાકિસ્તાની વિમાનોએ પૂંછના મેઢરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી જેને ભારતીય વિમાનોએ નિષ્ફળ બનાવી છે. 

એવા રિપોર્ટ છે કે પાકિસ્તાનના જેટ વિમાનોએ કૃષ્ણા ઘાટીમાં આવતા જમ્મુના પૂંછ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી પરંતુ ભારતીય વાયુસેનાએ સમયસર તેમને ખદેડી મૂક્યાં. જો કે આ અંગે હજુ કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. આ અગાઉ લગભગ 15 મિનિટ પહેલા કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન તરફથી સરહદ પારથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. 

અત્રે જણાવવાનું કે ગઈ કાલે પણ પાકિસ્તાન દ્વારા આ પ્રકારની કોશિશ કરાઈ હતી. પરંતુ ભારતીય વાયુસેનાએ તેને નિષ્ફળ બનાવી હતી અને એક પાકિસ્તાની વિમાન એફ 16ને તોડી પાડ્યું હતું. જો કે આ કાર્યવાહીમાં ભારતને પણ એક મિગ 21નું નુકસાન થયું હતું અને એક પાઈલટને પાકિસ્તાને પોતના કબ્જામાં લીધો છે. જેના છૂટકારા માટે ખુબ કોશિશ થઈ રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More