Home> India
Advertisement
Prev
Next

ભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, કુલભૂષણ જાદવ કેસમાં આ રાહત આપવા બન્યું મજબૂર

પાકિસ્તાન (Pakistan)એ 3 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC)માં કુલભૂષણ જાદવ કેસની સુનાવણી દરમિયાન ભારતીય પક્ષને હાજર રહેવા માટે આમંત્રણ મોકલ્યું છે

ભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, કુલભૂષણ જાદવ કેસમાં આ રાહત આપવા બન્યું મજબૂર

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)એ 3 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC)માં કુલભૂષણ જાદવ કેસની સુનાવણી દરમિયાન ભારતીય પક્ષને હાજર રહેવા માટે આમંત્રણ મોકલ્યું છે અને આ સાથે જ પાકિસ્તાન સરકારે ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને એવા કાઉંસલર એક્સેસ (Consular Access) આપવાની ઓફર કરી છે. જેમાં સંવાદ દરમિયાન ભાષા સંબંધે કોઇ વિધ્ન નહી હોય. ઇસ્લામાબાદ તરફથી ગુરૂવાર સાંજે નવી દિલ્હીને આ વાતની જાણકારી આપતાં ભારતને પોતાની પસંદના વકીલને સિલેક્ટ કરવા માટે કહ્યું છે. 

પાકિસ્તાન સરકારે પોતાના પ્રસ્તાવમાં કાઉંસિલર એક્સેસની જાણકારી આપતાં કહ્યું કે આ દરમિયાન કુલભૂષણ જાદવ અને સંબંધિત વ્યક્તિ વચ્ચે કાચની દિવાલ (ગ્લાસ બેરિયર) પણ નહી હોય. કુલભૂષણ જાદવ સાથે ભારતીય પ્રતિનિધિનું સંવાદ કોઇપણ ભાષામાં સંભવ રહેશે. જ્યારે આ પહેલં પ્રસ્તાવોમાં પાકિસ્તાને ભાષાનું માધ્યમ અંગ્રેજી રાખવાની શરત મુકી હતી. 

કેવી રીતે બદલાયા પાકિસ્તાનના સુર
જોકે આ કેસને લઇને ઇમરાન સરકારને ઇસ્લામાબાદ હાઇકોર્ટને આંચકો લાગ્યો હતો. હાઇકોર્ટે આ મામલે સરકારને કુલભૂષણ જાદવ અને ભારતને કાનૂની મદદનો વિકલ્પ પુરો પાડવા સહિત આ મામ્લે 3 ન્યાયાલય મિત્ર (Amicus Curiae) નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટની આ બેંચએ આ સાથે કેસની મોટી બેંચને મોકલવાનો આદેશ આપ્યો.

તો બીજી તરફ કોર્ટે બેંચમાં આગામી સુનાવણી માટે રજિસ્ટ્રારને 3 સપ્ટેમ્બરના રોજ 2 વાગ્યાનો સમય નક્કી કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે તે આ મામલે આબિદ હસન મિંટો, હામિદ ખાન અને મખદૂમ અલી ખાનને આ કેસમાં સહયોગ માટે ન્યાય મિત્ર તરીકે નિયુક્ત કરે છે, જેથી આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશનું યોગ્ય પાલન થઇ શકે. તેથી ભારતીય સમયાનુસાર ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગે સુનાવણીમાં સામેલ થવાનો પ્રસ્તાવ મોકલવો પડ્યો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More