Home> India
Advertisement
Prev
Next

Fungal Disease: કરોડો ભારતીયો આ ગંભીર બીમારીથી પીડિત, જાણો શરીરના કયા-કયા અંગોને કરે છે પ્રભાવિત

Research Study: શું તમને ખબર છે કે દર 100માંથી ઓછામાં ઓછા 4 ભારતીય એવા છે જે કોઈને કોઈ ગંભીર ફંગલ બીમારીથી ઝૂઝી રહ્યા છે. આ ચોંકાવનારી વાત એક સ્ટડીમાં સામે આવી છે. 400થી વધુ રિસર્ચ આર્ટીકલનો રિવ્યૂ કર્યા બાદ આ માહિતી સામે આવી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Fungal Disease: કરોડો ભારતીયો આ ગંભીર બીમારીથી પીડિત, જાણો શરીરના કયા-કયા અંગોને કરે છે પ્રભાવિત

Research Study: શું તમને ખબર છે કે દર 100માંથી ઓછામાં ઓછા 4 ભારતીય એવા છે જે કોઈને કોઈ ગંભીર ફંગલ બીમારીથી ઝૂઝી રહ્યા છે. આ ચોંકાવનારી વાત એક સ્ટડીમાં સામે આવી છે. 400થી વધુ રિસર્ચ આર્ટીકલનો રિવ્યૂ કર્યા બાદ આ માહિતી સામે આવી છે. 

આ સ્ટડી દર્શાવે છે કે ભારતમાં સાડા પાંચ કરોડથી વધુ લોકો ગંભીર ફંગલ બીમારીથી પ્રભાવિત છે. જેનો અર્થ એ થયો કે ભારતની 4.4 ટકાથી વધુ વસ્તી ગંભીર ફંગલ બીમારી સામે ઝઝૂમી રહી છે. જાણકારોનું કહેવું છે કે ભારતમાં ફંગલ બીમારી સામાન્ય છે પરંતુ એ સ્પષ્ટ નથી કે તે કયા લેવલ પર છે અને કેટલી ફેલાયેલી છે. દેશમાં પહેલીવાર આ પ્રકારનો સ્ટડી થયો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ફંગલ બીમારી કેટલી મોટી સમસ્યા છે. 

સ્ટડીમાં કઈ વિગતો સામે આવી?

દિલ્હી એમ્સ, પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં સ્થિત એમ્સ અને ચંડીગઢ સ્થિત PGIMER ઉપરાંત બ્રિટનની માનચેસ્ટર યુનિવર્સિટીના રિસર્ચર્સે આ સ્ટડી કર્યો છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 5.72 કરોડથી વધુ ભારતીયો ગંભીર ફંગલ બીમારીથી પીડિત છે. જે ભારતની કુલ વસ્તીનો 4.4 ટકા કહી શકાય. આ સ્ટડીને લખવામાં એમ્સ દિલ્હીથી જોડાયેલા રિસર્ચર અનિમેશ રેએ જણાવ્યું કે ભારતમાં ફંગલ બીમારી મોટી સમસ્યા છે. પરંતુ તેને ક્યારેય માનવામાં આવી નથી. 

તેમણે કહ્યું કે ટીબીથી દર વર્ષે લગભગ 30 લાખ જેટલા ભારતીયો પ્રભાવિત થાય છે પરંતુ ફંગલ બીમારીથી પ્રભાવિત થનારા ભારતીયોની સંખ્યા તેનાથી અનેક ગણી વધુ છે. 

કયા કયા અંગોને પહોંચાડે છે નુકસાન?
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વજાઈનલ કે યોનીમાં થનારા છાલાથી લગભગ 2.4 કરોડ મહિલાઓ પ્રભાવિત છે. તેને યીસ્ટ ઈન્ફેક્શન કહેવામાં આવે છે. વાળમાં થનારું ફંગલ ઈન્ફેક્શન જેને ટિનિયા કેપિટીસ કહેવાય છે જેમાં શાળાએ જતા બાળકો મોટી સંખ્યામાં પ્રભાવિત છે. આ ઈન્ફેક્શનમાં માથાની ત્વચા પર દુખાવો થાય છે અને વાળ ઝડપથી ખરે છે. 

રિસર્ચર્સે જાણ્યું કે ફેફસા અને સાઈનસમાં થનાર મોલ્ડ ઈન્ફેક્શનથી મોત થઈ શકે છે. જેની સામે અઢી લાખથી વધુ ભારતીયો ઝૂઝી રહ્યા છે. આ ઉપરાંત 17.38 લાખથી વધુ લોકો ક્રોનિક એસ્પરગિલોસિસ નામના ઈન્ફેક્શનથી સંક્રમિત છે. જે રેસ્પિરેટરી સિસ્ટમને પ્રભાવિત કરે છે. જ્યારે લગભગ 35 લાખ ભારતીયો સિરિયસ એલર્જીક લંગ મોલ્ડ ડિસિસથી પીડિત છે. 

Health Care Tips: જંક ફૂડની જગ્યાએ આ વસ્તુઓ ખાઓ, બોડી હંમેશા રહેશે હિટ એન્ડ ફિટ

શિયાળામાં તાપણું કરવું સ્વાસ્થ્ય માટે કેટલું છે નુકસાનકારક?, થઈ શકે છે આ ગંભીર બિમાર

શરમ કરો! રસીની બુમરાણ વચ્ચે રાજ્યમાં 28 લાખ કોરોના રસીના ડોઝ બગડી ગયા

સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે 10 લાખથી વધુ લોકો એવા છે જે ફંગલ આઈ ડિસિસથી પીડિત છે. તેના કારણે અંધાપો પણ થઈ શકે છે. આ ઉપરાંત બે લાખ લોકો મ્યૂકરમાઈકોસિસથી પણ પીડિત છે જેને  'બ્લેક મોલ્ડ' કહે છે. 

જુઓ લાઈવ ટીવી

કેટલી ખતરનાક છે આ ફંગલ બીમારી?
રિસર્ચર્સનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે જેટલી વસ્તી ટીબીથી પીડિત થાય છે તેનાથી 10 ગણી વધુ ફંગલ ડિસિસથી પ્રભાવિત થાય છે. તેનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે ફંગલ બીમારી કેટલી મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત કરી રહી છે. માનચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ ડેનિંગે જણાવ્યું કે હાલના વર્ષોમાં ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો થયો છે. પરંતુ ફંગલ બીમારી હજુ પણ પબ્લિક હેલ્થ માટે મોટું જોખમ છે. જેના કારણે ગંભીર બીમારીઓ અને મોત થઈ રહ્યા છે. તેમનું તો એ પણ કહેવું છે કે ભારતમાં હજુ પણ ઘણા મોટા હિસ્સામાં તપાસ અને સારવારની ક્ષમતાઓ સિમિત છે. જેમ કે બાળકોમાં હિસ્ટોપ્લાસ્મોસિસ અને ફંગલ અસ્થમાનું અનુમાન લગાવવાની ક્ષમતામાં કમી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More