Home> India
Advertisement
Prev
Next

ફેક્ટ ચેકના નામ પર નફરત ફેલાવનાર વિરુદ્ધ થશે કાર્યવાહી, સંસદમાં બોલ્યા અનુરાગ ઠાકુર

ફેક્ટચેકર અને તેના નામ પર સમાજમાં વૈમનસ્યતા ફેલાવનાર લોકો વચ્ચે અંતરને સમજવુ જરૂરી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મોહમ્મદ ઝુબૈરને લઈને એક સવાલના જવાબમાં આ વાત કહી. 

ફેક્ટ ચેકના નામ પર નફરત ફેલાવનાર વિરુદ્ધ થશે કાર્યવાહી, સંસદમાં બોલ્યા અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ તે સમજવુ જરૂરી છે કે કોણ ફેક્ટ ચેકર અને કોણ બીજા પ્રકારના અપરાધ.. ફેક્ટ ચેકની પાછળ રહીને સમાજમાં કોઈ તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરે નહીં. જો કોઈ ફરિયાદ કરે છે તો કાયદો પોતાનું કામ કરશે. ગુરૂવારે કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આ વાત કહી. પત્રકાર મોહમ્મદ ઝુબૈરના વિવાદ પર એક ટિપ્પણીના રૂપમાં આ નિવેદનને જોવામાં આવી રહ્યું છે. અનુરાગ ઠાકુરે ગુરૂવારે સંસદને જણાવ્યું કે જો કોઈ તથ્યોની તપાસની આડમાં સમાજમાં તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરે છે તો કાર્યવાહી કરવામાં આવશે. 

રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝાએ અનુરાગ ઠાકુરને તે સવાલ પૂછ્યો કે નફરત અને ધૃણાના નિવેદન આપનાર વિરુદ્ધ ન તો કોઈ કાર્યવાહી થાય છે પરંતુ ફેક્ટ ચેકર વિરુદ્ધ કાર્યવાહી થાય છે. તેના જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યુ- તે સમજવુ જરૂરી છે કે કોણ ફેક્ટ ચેકર છે અને ક્યા બીજા પ્રકારના અપરાધ. ફેક્ટ ચેકની પાછળ રહીને કોઈ સમાજમાં તણાવ ઉભો કરવાનું કામ ન કરે. આ ખુબ જરૂરી છે. કોઈ ફરિયાદ કરે છે તો કાયદો પોતાનું કામ કરે છે. તેના પર અમારૂ મંત્રાલય કોઈ સીધી કાર્યવાહી કરતું નથી. 

ઇન્ટરનેટના માધ્યમથી ખોટા સમાચારો ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ભારતની એકતા અને અખંડતા તથા સુરક્ષાને ધ્યાનમાં રાખતા સમય-સમય પર આવા મામલામાં કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2021-2022માં પણ સૂચના તથા પ્રસારણ મંત્રાલયે આવી 94 યૂટ્યૂબ ચેનલ, 19 સોશિયલ મીડિયા એકાઉન્ટની સાથે 747 યુનિફોર્મ રિસોર્સ લોકેટરને બંધ કરી દીધી. 

આ પણ વાંચોઃ કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં, એલજીએ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો; આપ્યું કારણ

તેમણે કહ્યું કે જે દેશની વિરુદ્ધ કામ કરતા હતા, તેના વિરુદ્ધ સરકારે કામ કર્યું છે. અમે કોઈ સંકોચ કર્યો નથી. જે મિત્ર દેશ પણ ભારતની વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા હતા, તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે તો મોદી સરકારે કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More