Home> India
Advertisement
Prev
Next

J&K: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં એક જવાન શહીદ અને 2 ઘાયલ

પાકિસ્તાન (Pakistan) એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો. 

J&K: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં એક જવાન શહીદ અને 2 ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો, ત્યારબાદ મોર્ટાર જેવા મોટા હથિયારો વડે ગોળીબારી શરી. પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો. આ ઘટનામાં ઇન્ડિયન આર્મીના જવાન ભૂપેન્દ્ર સિંહ શહીદ થઇ ગયા અને 2 જવાન ઘાયલ થયા હોવાની સૂચના છે. આ બંને જવાનો નામ વેંકટેશન અને શૈજલ બતાવવામાં આવી રહ્યા છે. 

ઘટનાને લઇને રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે શનિવારે સવારે લગભગ 9.15 વાગે સીમાપારથી શાહપુર, કિરની અને ડેગવાર સેક્ટરોમાં ગોળીબારી શરૂ થઇ. તેમણે જણાવ્યું કે નિયંત્રણ રેખાની રક્ષા કરી રહેલા ભારતીય સૈનિકોને સીમાપારથી થનાર ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. 

તો બીજી તરફ જમ્મૂ કાશ્મીર (Jammu & Kashmir) કુપવાડા જિલ્લામાં શનિવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીરના વારનાઉ વિસ્તારના દાના બહકના જંગલમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત સુચના મળી છે. ત્યારબાદ સુરક્ષાબળોએ ઘેરાબંધી કરી તલાશી અભિયાન ચલાવ્યું. તેમણે જણાવ્યું કે તલાશી દરમિયાન આતંકવાદીએ સુરક્ષાબળો પર ગોળીબારી કરી. 

આતંકવાદીઓની ગોળીબારીમાં આપણા સુરક્ષાબળોને પણ જવાબી કાર્યવાહી કરી ત્યારબા અથડામણ શરૂ થઇ. સેનાની 28-આરઆર (Rashtriya Rifles and Army Local Unit), એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More