Home> India
Advertisement
Prev
Next

લોહપુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતી, 'રન ફોર યુનિટી'માં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે લોકો

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે.

લોહપુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતી, 'રન ફોર યુનિટી'માં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે લોકો

નવી દિલ્હી: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે. લોક વિકાસની આ દોડમાં એક્તાનો સંદેશ પ્રસરી રહ્યો છે. દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે લીલી ઝંડી બતાવીને આ રન ફોર યુનિટીની શરૂઆત કરાવી. આ દરમિયાન જિમનેસ્ટ દીપા કર્મકર સાથે અનેક ખેલાડીઓ પણ હાજર રહ્યાં.

ભારતની શાનનું પ્રતિક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પીએમ મોદી આજે રાષ્ટ્રને સમર્પિત કરાશે, જુઓ Live

આ બાજુ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભુવનેશ્વર ખાતે રન ફોર યુનિટીમાં ભાગ લીધો. દેશના અનેક ભાગોમાં લોકો રન ફોર યુનિટીમાં ભાગ લઈ રહ્યાં છે. દિલ્હીની સાથે સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેના અનેક શહેરોમાં પણ લોકો રન ફોર યુનિટીમાં દોડી રહ્યાં છે. 

fallbacks

વર્ષ 2017માં પણ રન ફોર યુનિટી  કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશની આઝાદી માટે સરદાર પટેલે પોતાના જીવનને હોમી દીધુ હતું. તેમણે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને દેશના રજવાડાને વહેંચાવા દીધા નહતાં અને રાષ્ટ્રના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આમ છતાં આજની પેઢીને સરદાર સાહેબના આ યોગદાને ઈતિહાસમાં ઓછુ કરીને બતાવવામાં આવ્યું. ઈતિહાસના ઝરોખાથી આ મહાપુરુષના યોગદાનને મીટાવવાની કોશિશ કરવામાં આવી કે તેમના યોગદાનને ઓછી કરવાની કોશિશ થઈ. પરંતુ આ દેશની યુવા પેઢી તેમનો ઈતિહાસ ધૂંધળો કરવા માટે તૈયાર નથી. આથી અમે જ્યારે સત્તા પર આવ્યાં તો સરદાર પટેલની જયંતી પર રન ફોર યુનિટી મનાવવાનો નિશ્ચય કર્યો. 

fallbacks

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે લોકાર્પણ કરશે. 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઊંચાઈ ધરાવે છે અને ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ પાસેસના સાધુ બેટ ટાપુ પર છે. લોકસભા ચૂંટણી પહેલા સરદાર પટેલની આ વિશાળકાય પ્રતિમાના લોકાર્પણના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. 

fallbacks

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનાવરણ કાર્યક્રમ ખુબ ભવ્ય થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ બાદ વાયુસેનાના 3 વિમાન ત્યાં ઉડાણ ભરશે અને કેસરિયો, સફેદ અને લીલા રંગથી આસમાનમાં ત્રિરંગો બનાવશે. પટેલની પ્રતિમા પાસે મોદી વોલ ઓફ યુનિટીનું પણ ઉદ્ધાટન કરશે. તે સમયે 3 જગુઆર ફાઈટર જેટ વિમાન ખુબ નીચેથી ઉડાણ ભરતા જોવા મળશે. બે એમઆઈ-17 હેલિકોપ્ટર પ્રતિમા પર પુષ્પવર્ષા કરશે. આ અવસરે ગુજરાત પોલીસ, સશસ્ત્ર અને અર્ધસૈનિક દળોના બેન્ડ સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે. આ અવસરે 29 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરશે. અનેક આકર્ષણ જોવા મળશે. જેમાં 17 કિલોમીટર લાંબી ફ્લાવર વેલીનું ઉદ્ધાટન, પ્રતિમા પાસે પર્યટકો માટે તંબુઓના શહેર અને પટેલના જીવન પર આધારિત સંગ્રહાલયનું લોકાર્પણ સામેલ છે. 

દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More