Home> India
Advertisement
Prev
Next

ઉમર અબ્દુલ્લા બહાર, મહેબૂબા હજુ પણ નજરબંધ, કહ્યું- મહિલાઓથી ડરે છે સરકાર


આ પહેલા ઉમરના પિતા ફારૂખ અબ્દુલ્લાને પણ આ મહિને છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ પૂર્વ સીએમ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી હજુ પણ નજરબંધ છે. 

ઉમર અબ્દુલ્લા બહાર, મહેબૂબા હજુ પણ નજરબંધ, કહ્યું- મહિલાઓથી ડરે છે સરકાર

નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય 2 ઓગસ્ટ 2019ના કર્યો હતો. સંસદને આ નિર્ણયની જાણકારી આપતા પહેલા સરકારે જમ્મૂ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનો સહિત બીજા રાજનેતાઓ અને અલગાવવાદી નેતાઓને કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્રણ મોટા નેતાઓમાં પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાને છોડી દેવામાં આવ્યા છે. જ્યારે મહેબૂબા મુફ્તી હજુ પણ નજરબંધ છે. 

દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે 24 માર્ચે ઉમર અબ્દુલ્લાને છોડી દેવામાં આવ્યા છે. ઉમરને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાની જાહેરાત પહેલા મોડી રાત્રે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) પણ લગાવી દેવામાં આવ્યો હતો. એટલે કે તેઓ છેલ્લા સાત મહિના કરતા વધુ સમયથી નજરબંધ હતા. 

ઉમરના બહેન સારા અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં મુક્તિ માટે અરજી કરી હતી. કોર્ટે જમ્મૂ-કાશ્મીર પ્રશાસનને પૂછ્યું હતું કે તે જણાવે છોડી રહ્યાં છો કે નહીં, બાકી અમે તેના પર સુનાવણી કરીશું. સુનાવણી પહેલા ઉમરને છોડી દેવામાં આવ્યા છે. 

આગામી 3 દિવસ સુધી સમગ્ર UP લોકડાઉન, સંવેદનશીલ વિસ્તારોમાં લાગી શકે છે કર્ફ્યૂ

આ પહેલા ઉમરના પિતા ફારૂખ અબ્દુલ્લાને પણ આ મહિને છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ પૂર્વ સીએમ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી હજુ પણ નજરબંધ છે. તેમને પણ આ બે નેતાઓ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેવામાં હવે સરકાર પર સવાલ ઉઠી રહ્યાં છે. 

ઉમર અબ્દુલ્લાને છોડ્યા બાદ મહેબૂબા મુફ્તીના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે સારૂ લાગ્યું તે (ઉમર અબ્દુલ્લા)ને છોડવામાં આવ્યા છે. તેમણે સરકાર પર નિશાન સાધતા લખ્યું કે નારી શક્તિ અને મહિલા ઉત્થાનની વાત તો થાય છે, પરંતુ લાગે છે કે સરકાર સૌથી વધુ મહિલાઓથી ડરે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના વધુ સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More