Home> India
Advertisement
Prev
Next

PM મોદી સાથે મીટિંગ બાદ ઉમરે કહ્યું- પહેલાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, પછી ચૂંટણી

પ્રધાનમંત્રી સાથે યોજાયેલી બેઠક પર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમને અહીં અલાયન્સ તરીકે બોલાવવામાં આવ્યા ન હતા. અમે પાર્ટી તરીકે ત્યાં ગયા હતા.

PM મોદી સાથે મીટિંગ બાદ ઉમરે કહ્યું- પહેલાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, પછી ચૂંટણી

શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં 24 જૂનના રોજ યોજાયેલી બેઠક બાદ આજે નેશનલ કોન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલાએ કહ્યું કે તે પરિસીમન અને ચૂંટણીને લઇને કેંદ્ર સરકારની ટાઇમલાઇન સાથે સહમત નથી. 

નેશનલ કોન્ફ્રેંસના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ આજે શ્રીનગરમાં પ્રેસ કોન્ફ્રેસ કરી. પત્રકાર પરિષદમાં તેમની સાથે પાર્ટી નેતા ઉમર અબ્દુલ્લા પણ હાજર છે. ઉમર અબ્દુલ્લાએ જમ્મૂ કાશ્મીરની ચૂંટણી કરાવવાના મુદ્દે કહ્યું કે પરિસીમન અને પૂર્ણ રાજ્યનો દરજ્જાને લઇને કેંદ્રની ટાઇમલાઇન સાથે અમે સહમત નથી અને ઇચ્છીએ છીએ કે પહેલાં જમ્મૂ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે અને ત્યારે ચૂંટણી યોજાય. 

US: ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, કાળમાળ નીચે દબાયેલા લોકોની સંભળાઇ કિકિયારીઓ

ઉમર અબ્દુલાએ કહ્યું કે અમે તેને માનતા નથી કે પહેલાં ચૂંટણી યોજાય અને ત્યારે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. 

'પહેલાં વિશ્વાસની બહાલી થાય'
નેશનલ કોન્ફ્રેંસના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાનમંત્રીએ અમને જનમત સંગ્રહનો વાયદો કર્યો હતો, પરંતુ પાછી પાની કરી દીધી. નરસિમ્હા રાવે અમને સ્વાયત્તતા આપવાનો વાયદો કર્યો હતો, તે પણ પાછા હટી ગયા. તેનાથી અવિશ્વાસ પેદા થયો, જેને હવે પરત લેવો પડશે. પહેલાં વિશ્વાસ બહાલી થાય. 

LIC Policy: Retirement બાદ પણ આવક ચાલુ રાખવી હોય તો દરરોજ કરો 80 રૂપિયાનું રોકાણ

ફારૂક અબ્દુલ્લાએ આગળ કહ્યું 'પ્રધાનમંત્રીની સાથે મીટિંગ સારી રહી. તમામે પોતાની વાત પ્રધાનમંત્રીની સમક્ષ રજૂ કરી છે. જમ્મૂ કાશ્મીરમાં હાલત સારા બનાવવા અને એક નવા રાજકારણનો દૌર શરૂ કરવા માટે આ સરકાર તરફથી પ્રથમ કદમ છે.'

'કાશ્મીરમાં લોકો નિર્ણયથી ખુશ નથી'
પ્રધાનમંત્રી સાથે યોજાયેલી બેઠક પર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમને અહીં અલાયન્સ તરીકે બોલાવવામાં આવ્યા ન હતા. અમે પાર્ટી તરીકે ત્યાં ગયા હતા. અમે કહ્યું કે કાશ્મીરમાં લોકો નારાજ છે, નિર્ણયથી ખુશ નથી.' 

'સ્ટેઠુડ ફરી ઇલેક્શન'
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે અમારા સંવૈધાનિક અધિકારો માટે લડાઇ કાનૂની, રાજકીય અને શાંતિપૂર્ણ રીતે લડીશું. સાથે જ ઉમર અબ્દુલ્લાએ કહ્યું અમારે જે જોઇએ છે તેનાથી પાછળ હટીશું નહી. તેમણે ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 'આઝાદ સાહેબે અમારા બધાના તરફથી કહ્યું કે પહેલાં સ્ટેટહુડ પાછું અપાવો અને ત્યાર ઇલેક્શનની વાત કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More