Home> India
Advertisement
Prev
Next

Odisha Train Accident: ઓડિશા ટ્રેન અકસ્માત! પાટા પરથી ઉતરી કોરોમંડલ એક્સપ્રેસ, 50થી વધુ મુસાફરોના મોત

Odisha Train Accident: ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન પર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 50 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 350 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Odisha Train Accident: ઓડિશા ટ્રેન અકસ્માત! પાટા પરથી ઉતરી કોરોમંડલ એક્સપ્રેસ, 50થી વધુ મુસાફરોના મોત

Odisha Train Accident: ઓડિશામાં બનેલી ઘટનાએ હાલ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. ત્યાંનું સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપી આવતી ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે. કોરોમંડલ એક્સપ્રેસ પટરી પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે 50થી વધુ મુસાફરોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં અંદાજે 350થી વધુ લોકો ઘાયલ થયા છે.

1 માલ ગાડી અને બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં 50 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 350 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા મૃતકના પરિવારને 10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં લોકોને 2-2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. 

ઓડિશાના બાલાસોરમાં મોટી ટ્રેન દુર્ઘટનાની વિગતો સંક્ષિપ્તમાંઃ

  • બાલાસોરમાં 3 ટ્રેનોની થઈ ટક્કર
  • ટ્રેન અકસ્માતમાં 50 લોકોનાં મૃત્યુ
  • અકસ્માતમાં 350 લોકોને પહોંચી ઈજા
  • પીએમ મોદીએ રેલમંત્રી પાસેથી મેળવી જાણકારી
  • પીએમએ પીડિત પરિવારો માટે વ્યક્ત કરી સંવેદના
  • રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં
  • માલગાડી સાથે દુરંતો ટ્રેન અથડાઈ ત્યારબાદ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અથડાતાં સર્જાઈ મોટી દુર્ઘટના
  • મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય
  • ગંભીર ઘાયલોને 2-2ની લાખની સહાય
  • ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
  • એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી
  • દુર્ઘટનાને પગલે હેલ્પલાઈન નંબર પણ ચાલુ કરવામાં આવ્યો છે

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓડિશાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સઘન સારવાર માટે રીફર કરવામાં આવશે.
 

 

બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી. વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને જો રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

CM મમતા બેનર્જીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ આ દુર્ઘટનાથી આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે અમે અમારા લોકોના ભલા માટે ઓડિશા સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવે સાથે સંકલન કરી રહ્યા છીએ. અમારો ઈમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિક સક્રિય થઈ ગયો છે. તેનો સંપર્ક નંબર 033- 22143526/22535185 છે. બચાવ માટે તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

બેનર્જીએ કહ્યું કે અમે ઓડિશા સરકાર અને રેલ્વે અધિકારીઓને સહકાર આપવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 5-6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે મોકલી રહ્યા છીએ. મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું.

રેલવેએ ઈમરજન્સી નંબર જારી કર્યો-
ભારતીય રેલ્વેએ ફસાયેલા મુસાફરોના સંબંધીઓને વધુ મદદ માટે એક નંબર જારી કર્યો છે. જો કોઈપણ પ્રવાસને તેના પરિવારના સભ્ય વિશે માહિતી જોઈતી હોય, તો તે +91 6782 262 286, 8972073925, 9332392339, 8249591559, 7978418322 અને 9903370746 પર સંપર્ક કરી શકે છે.જણાવી દઈએ કે 12841 શાલીમાર - મદ્રાસ કોરોમંડલ એક્સપ્રેસ શાલીમારથી બપોરે 3.20 વાગ્યે ઉપડે છે અને કુલ 1656 કિલોમીટરનું અંતર કાપે છે. MG બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન (ચેન્નઈ) પહોંચે છે. બાલાસોર પાસે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન સાંજે 6.32 વાગ્યે બાલાસોર પહોંચે છે.
-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More